Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કૌભાંડ બાદ પીએનબી એકશન મોડમાં, ૧૮ હજાર કર્મચારીઓની કરી બદલી

નવી દિલ્હી, તા. ૨૨ : પંજાબ નેશનલ બેન્કમાંથી ૧૧,૩૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ બેન્કતંત્ર એકાએક એકશન મોડમાં આવી ગયું છે. બેન્કે પોતાના કર્મચારીઓ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કૌભાંડ બાદ બેન્કે અત્યાર સુધીમાં કુલ ૧૮,૦૦૦ કર્મચારીઓની બદલી કરી નાંખી છે.નીરવ મોદી કૌભાંડ કેસમાં દરરોજ નવા પાસાઓ સામે આવી રહ્યા છે. ગીતાંજલિ ગ્રૂપના મેનેજર નીતિન શાહી અને સીએફઓ કપિલ ખંડેલવાલની ધરપકડ કરવામાં આવી છે. નીતિને પીએનબીની બ્રૈન્ડી હાઉસ બ્રાંચમાંથી એલઓયુ મેળવીને પ્રક્રિયા કરી હતી.આ એ જ એલઓયુ હતા જેનો બેન્કની સેન્ટ્રલ બેન્કિંગ સિસ્ટમમાં કોઇ રેકોર્ડન ન હતો. નીતિન શાહી તા.૫ માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેશે. જયારે નીરવ મોદી સામે ઇન્કમ ટેકસ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.

ઇન્કમટેકસ વિભાગે જણાવ્યું હતું કે, જે રીતે દસ્તાવેજો મળી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યુ છે કે નીરવે ખૂબ મોટી કરચોરી કરી છે. આ ઉપરાંત તેને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ ઇડીએ પર નીરવ મોદના અનેક સ્થળ પર દરોડા પાડયા હતા.

(11:20 am IST)