Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

હાર્દિક પટેલ બનશે મુંબઈ કોંગ્રેસના સોશિયલ મીડિયા ગુરૂ

મુંબઈ, તા. ૨૨: ગુજરાતના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલો હાર્દિક પટેલ મુંબઈ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમનો ગુરુ બનશે. મુંબઈ કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયાના પ્રભાવી બનાવવા માટે હાર્દિક પટેલની પાઠશાળાનું આયોજન કર્યું છે.

કોંગ્રેસને આપશે ટ્રેનિંગ

ગુરૂવારે બાંદ્રાના રંગશારદા સભાગૃહમાં હાર્દિક પટેલ મુંબઈ કોંગ્રેસની સોશિયાલ મીડિયા ટીમને તેનો પ્રભાવી રીતે ઉપયોગ કરવાનો શ્નગુરુમંત્રલૃઆપશે. આ પ્રસંગે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ પણ હાજર રહેશે.

જણાવી દઈએ કે હાર્દિક પટેલ ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા છે. હાલમાં ગુજરાત ચૂંટણીમાં હાર્દિકે માત્ર રસ્તા પર ઉતરીને જ નહીં પણ સોશિયાલ મીડિયાના માધ્યમથી સત્ત્।ારુઢ ભાજપ સરકારની હવા ખરાબ કરી દીધી હતી.

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન પ્રચલિત થયેલું 'વિકાસ ગાંડો થયો છે' ટેગ લાઈન હાર્દિક પટેલની આઈટી સેલની ટીમે બનાવી હતી. આ ટેગ લાાઈન ગુજરાત ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચારની છીમ બની ગઈ હતી.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરાશે

મહારાષ્ટ્રની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તમામ સોશિયલ મીડિયા પર ફોકસ કરવાનું શરુ કર્યું છે. તેના માટે રાજય, જિલ્લા અને ત્યાં સુધી કે બ્લોક સ્તર પર પણ સોશિયલ મીડિયાની રચના કરી છે, જેથી કોંગ્રેસ આગામી ચૂંટણીમાં ફેસબૂક, ટ્વિટર, વોટ્સએપના માધ્યમથી જનતા સુધી  અવાજ પહોચાડી શકે. નોંધનીય છે કે ભાજપે ૨૦૧૪ની ચૂંટણી જીતવામાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા રહી હતી.

(11:19 am IST)