Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દેશનો આકાર નહી લોકોનો સંકલ્પ મહત્વનોઃ આઈક્રિએટ યુવાનોને સમર્પિતઃ નરેન્દ્રભાઈ

બાવળા ખાતે આઇક્રિએટ સેન્ટરનું ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની હાજરીમાં ઉદ્ઘાટન : ઈઝરાયલી વડાપ્રધાને ભારતની આગતા-સ્વાગતાને વખાણી અને આભાર માન્યોઃ તેમણે પોતાનું ભાષણ જયહિન્દ, જય ભારત અને જય ઈઝરાયલ સાથે પુર્ણ કરેલ

 ઇઝરાયેલના વડા પ્રધાનની હાજરીથી હું ખુશ છું: નેતન્યાહું નો હું ઘણો આભારી છુઃ દેશના યુવાનોને સમર્પિત આઇક્રિએટ ભારત ઇઝરાયેલના સંબધો વધુ મજબુત બનશેઃ ઈઝરાયેલની ટેકનોલોજી યુવાનોને ફાયદો મળેઃ દેશનો આકાર નહી લોકોનો સંકલ્પનો મહત્વનોઃ બંને દેશો ભવિષ્યને લઈને આશાવાદીઃ સંશોધનને કોઈ સીમા નથી હોતીઃ સપનાઓને કયારેય રોકવા ન દેતા : આઈડિયા ઈનોવેશનના બળ પર ન્યુ ઈન્ડિયાનું યુવાનો પોતાની શકિતનો પરિચય આપેઃ કલ્પના જ આપણાને નવી ઉંચાઈ પર પહોચાડે છેઃ જેટલા મોટા સપના હશે તેટલા જ મોટા પરિણામ આવશે

(4:00 pm IST)