Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સેંસેક્સે ૩૧૧ પોઇન્ટ ઉછળીને ૩૫૦૦૦ની સપાટીને પાર કરી

તીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ અને નિફ્ટી લાઇફટાઈમ ઉંચી સપાટીએ : નિફ્ટીમાં ૮૮ પોઇન્ટનો ઉછાળો નોંધાતા સપાટી ૧૦૭૮૯ : ૩૪૦૦૦થી લઇ ૩૫૦૦૦ સુધી પહોંચવામાં સેંસેક્સને માત્ર ૧૧ સેશનનો સમય લાગ્યો

મુંબઇ,તા. ૧૭ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ જુદા જુદા પરિબળો વચ્ચે પ્રથમ વખત ૩૫૦૦૦થી પણ ઉપરની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૭૮૯ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં મજબુત સ્થિતીના કારણે સ્થિતી ખુબ સારી દેખાઇ રહી છે. શેરબજારમાં ભાગ લેનાર દ્વારા અવિરત લેવાલીના કારણે આ તેજી રહી હતી. ૧૫મી જાન્યુઆરીના દિવસે અગાઉ સેંસેક્સ તેની સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. એ વખતે તેની સપાટી ૩૪૮૪૪ની સપાટી પર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન આજે એ વખતે તો સેંસેક્સે ૩૫૧૧૮ની સપાટી પર પહોંચી ગયો હતો. શેરબજાર સાથે જોડાયેલા કારોબારઓએ કહ્યુ છે કે સેંસેક્સે ૩૪૦૦૦થી ૩૫૦૦૦ની સપાટી પર પહોંચી જવામાં કુલ ૧૭ સેશન લાગી ગયા છે. બ્રોડર નિફ્ટી પણ નવી ઉંચી સપાટી પર રહેતા કારોબારી ભારે ખુશ દેખાઇ રહ્યા છે. બ્રોડર નિફ્ટીમાં અગાઉ ૧૫મી જાન્યુઆરીના દિવસે ૧૦૭૪૨ની ઓલ આઉટ હાઇ સપાટી જોવા મળી હતી. બ્રોકરોનુ કહેવુ છે કે સરકારે અગાઉ અંદાજિત ૫૦૦૦૦ કરોડથી ઘટાડીને વધારાની ધિરાણ જરૂરિયાતને ૨૦૦૦૦ કર દીધા બાદ શેરબજારમાં તેજી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૬.૯૩ અબજ ડોલરના શેરની ખરીદી કરી છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ગઇકાલે ૨.૪૬ અબજ રૂપિયાની ઇક્વિટીનુ વેચાણઁ કર્યુ હતુ.  ગઇકાલે શેરબજારમાં ભારે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. શેરબજારમાં તાજેતરના દિવસોમાં સતત ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારના અંતે સેંસેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૩૪૭૭૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૦૦ની સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો. ડિસેમ્બર મહિનામાં ભારતમાં વેપાર ખાદ્ય વધી હોવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી હતી. ભારતના ડિસેમ્બર મહિનાના વેપાર ખાદ્યના આંકડા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધારે રહ્યા છે., સોના માટે આયાત બિલ વધારે ઉંચુ ગયુ છે. ક્રુડ ઓઇલની કિંમતમાં પણ ફરી વધારો થયો છે. નિકાસમાં વધારો થયો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વેપાર ખાદ્યનો આંકડો નવેમ્બર મહિનામાં ૧૩.૮૩ અબજ ડોલરનો હતો. જે વધીને હવે ગયા મહિનામાં ૧૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. અન્ય વૈશ્વિક પરિબળો પણ બજારમાં હાલમાં ઉતારચઢાવ માટે જવાબદાર રહ્યા છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતી વચ્ચે હવે બજેટ પર પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે બજેટને લઇને કેટલાક લોકલક્ષી પગલાની અપેક્ષા કારોબારીઓ રાખી રહ્યા છે. હાલમાં કોઇ જંગી રોકાણ ન કરાય તેવી વકી છે. બજેટમાં નાણાં પ્રધાન સામે તમામને રાજી કરવા માટેનુ દબાણ દેખાઇ રહ્યુ છે.

(7:37 pm IST)