Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિજય માલ્યાની ગેરહાજરીમાં પણ કિંગફિશરના કેલેન્ડરમાં બિકીની યુવતીઓની ઝાકમઝોળ

નવી દિલ્હી : દરેક વર્ષની શરૂઆતમાં બે કેલેન્ડરો સૌથી વધુ ચર્ચા રહે છે. એક તો ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની અને બીજુ કિંગફિશરનું. કિંગ ફિશરની બિકીની મોડેલ્સથી સજાવેલુ આ કેલેન્ડર દરેક વર્ષે ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ આ કેલેન્ડર માટે ફોટોશૂટ થઈ ગયુ છે, જેની તસ્વીર અને વિડીયોઝ ખુદ વિજય માલ્યાએ સોશ્યલ મિડીયા ઉપર ''શેર'' કરી છે.

વિજય માલ્યાએ કિંગફિશર કેલેન્ડરના શૂટીંગની જે ઝલક સોશ્યલ મિડીયા ઉપર મૂકી છે તે કેલેન્ડરનું ''શૂટ'' ખૂબ જ જાણીતા તસ્વીરકાર અતુલ કસબેકરે કરેલ છે.

''ક્રોએશિયા'' દેશના ખૂબસુરત નૈસર્ગિક વાતાવરણમાં આ વર્ષના કેલેન્ડરનું ફોટાશૂટ કરવામાં આવ્યુ છે. વિશ્વના પ્રસિદ્ધ દરિયાઈ બીચ માટે આ દેશ જાણીતો છે. કિંગફિશરના કેલેન્ડર ઉપર ઈશિકા શર્મા, પ્રિયંકા કરૂણાકર, મિતાલી રૈનુર અને પ્રિયંકા મૂડલેની અદ્દભૂત સુંદરતા કચકડે કંડારી લેવામાં આવી છે.

આ તમામ મોડલ્સ દેશના મોટા ગજાના ફેશન ડિઝાઈનર્સ માટે 'રેમ્પ વોક' પણ કરી ચૂકી છે. પ્રિયંકા કરૂણાકરને તો એકટીંગમાં પણ હાથ અજમાવ્યો છે અને ટીવીએફની એક વેબ સિરીઝમાં પણ તે કામ કરી રહી છે.

(12:36 pm IST)