Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બીજી બેચ પાસે મોકલવામાં આવી શકે છે જસ્ટિસ લોયાની હત્યાનો મામલો

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમ કોર્ટે ૪ સિનિયર જજોને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર લગાવવામાં આવેલા આરોપો બાદ વિવાદો યથાવત છે તેની વચ્ચે જસ્ટિસ બી. એચ. લોયાની સંદિગ્ધ હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટની બીજી બેંચમાં જઈ શકે છે. મંગળવારે આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ અરૂણ મિશ્રાએ આવા સંકેત આપ્યા છે.

જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ મોહન એમ. શાંતનાગૌદારની બેંચે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું, 'તમામ દસ્તાવેજો આગામી ૭ દિવસની અંદર ઓન રેકોર્ડ રાખવામાં આવે અને જો આ દસ્તાવેજો અનુકૂળ સાબિત થયા તો તેની નકલ અરજદારોને પણ અપાશે. તેને યોગ્ય બેંચ સમક્ષ રજૂ કરવામાં આવશે.' જજોના આ કથન બાદ હવે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે હવે કેસ કોઈ અન્ય બેંચની પાસે મોકલવામાં આવી શકે છે.

પાછલા શુક્રવારે સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ વકીલોએ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ જ બેંચે આ મામલાના આદેશની આશંકા વ્યકત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ચારે જજોએ પોતાના બળવાખોર બનવાના નિર્ણય પાછળ CJI દ્વારા જસ્ટિસ લોયાની હત્યાની તપાસવાળી જાહેરહિતની અરજી જજ અરુણ મિશ્રાને સોંપવાને પણ ગણાવ્યો.

જજ અરૂણ મિશ્રા અને શાંતનાગૌદારનો મત સામે આવ્યાના એક દિવસ પહેલા જ જસ્ટિસ મિશ્રા સુપ્રીમ કોર્ટની રોજની થનારી બેઠકમાં ભાવુક થઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિસ અરુણ મિશ્રાએ આ બેઠકમાં પ્રેસ કોન્ફરન્સ કરનારા ૪ સિનિયર જજોની સાથે તમામ કોલેજિયમ સભ્યો પર પોતાની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેમની બેંચને એક એવી પ્રાધાન્યતા પ્રાપ્ત બેંચ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેને CJI તમામ સંવેદનશીલ કેસ સોંપે છે.

જસ્ટિસ અરુણ મિશ્રાએ સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારને એ પણ કહ્યું કે તમામ દસ્તાવેજો અને જજ લોયાના મેડિકલ રિપોર્ટની એક કોપી અરજદારોને સોંપવામાં આવે. જસ્ટિસ લોયાની હત્યા ૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ થઈ હતી. તે સમયે સોહરાબુદ્ઘીનની કથિત નકલી અથડામણની સુનાવણી કરી રહ્યા હતા, જેમાં ભાજપના ચીફ અમિત શાહ પણ આરોપી હતા, જોકે, પછી શાહનેઆ કેસમાં કિલનચીટ મળી હતી.

આ મામલામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ હરીશ સાલ્વેએ પક્ષ રાખ્યો હતો. સાલ્વેએ સીલબંધ કવરમાં જજ લોયાના મોત સાથે જોડાયેલા કાગળો સોંપ્યા હતા, જેના જવાબમાં કોર્ટે આ પ્રતિકયા આપી હતી. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ૭ દિવસની અંદર મેડિકલ રિપોર્ટ સોંપવા માટેનો નિર્દેશ કર્યો. જજ લોયાના મોતને લઈને શરૂ થયેલા વિવાદની વચ્ચે તેમના પુત્ર અનુજ લોયાએ કહ્યું હતું કે, પરિવાર જે જજ લોયાની હત્યા પર કોઈ શંકા નથી અને તેઓ અલગથી તપાસ નથી ઈચ્છતા.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ૪ જજોએ જયારે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે જજ લોયાના મોત સંબંધિત તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે જસ્ટિસ કુરિયને કહ્યું હતું કે તેઓ તેનાથી ઈનકાર નથી કરતા. સુપ્રીમ કોર્ટે જજ લોયાની હત્યા સંબંધમાં એક અરજી કોંગ્રેસના નેતા તહસીન પૂનાવાલાએ દાખલ કરી છે અને બીજી મહારાષ્ટ્રના પત્રકાર બંધુ રાજ લોને કરી છે.(૨૧.૮)

(11:46 am IST)