Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટમાં પીએમ મોદીએ કરી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા : સ્ટેજ પાર ફરી ખૂલીને વાત કરતાં દેખાયા

સોમનાથમાં ગુફ્તેગુ કર્યા બાદ પીએમ મોદીએ જામકંડોરણા અને હવે રાજકોટમાં રૂપાણીને સાથે વાતચીત કરી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે વડાપ્રધાન મોદી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા, જનસભામાં મંચ પર પીએમ મોદીએ ફરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા, આ અગાઉ સોમનાથમાં વડાપ્રધાન  મોદી અને વિજયભાઈ  રૂપાણી સ્ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાયા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી વચ્ચે આ વાર્તાલાપ થયો હતો,અને વડાપ્રધાન મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં વિજયભાઈ  રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી હતી. આના પરથી એવી ચર્ચા ઊભી થઈ છે કે, પીએમ મોદીને સૌરાષ્ટ્રમાં હજુ વિજયભાઈ  રૂપાણી ઉપર વિશ્વાસ છે.( તસ્વીર સંદીપ બગથરીયા ) 

(11:16 pm IST)