Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતમાં દારૃબંધીના કેસમાં કઈ રીતે આરોપીઓ છૂટી જાય છે?

પ્રોહિબિશનના કેસમાં દારૃની બોટલમાં દારૃ છે તેવું સાબિત થતું નથી, વારંવાર છૂટી જાય છે આરોપી

 નવી દિલ્હી,તા.૨૮ : ગુજરાતમાં દારૃબંધી છે ત્યારે જે લોકો દારૃના જથ્થા સાથે પકડાય તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનો જસ લેવામાં આવે છે પરંતુ કેટલીક બેદરકારીના કારણે પકડાયેલા લોકો સામે મોટી કાર્યવાહી થઈ શકતી નથી અને તેમને સામાન્ય દંડ કરીને છોડી મૂકવા પડે છે. આ પાછળ પોલીસ દ્વારા થતી એક મોટી ભૂલ સામે આવી છે કે જેમાં એકસપર્ટના અભિપ્રાયની અછત હોય છે.

 બોલો દારૃની બોટલમાં દારૃ જ છે તે સાબિત ના થતા એક બોટલ સાથે પકડાય કે હજારો બોટલ સાથે પકડાયા હોય તેવા આરોપી કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે. આમ દારૃના કેસ ખાતર પર દિવેલ સમાન સાબિત થતા હોય છે. હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે દારુની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવે છે. રાજ્યમાં ૧૫ જ દિવસમાં પોલીસે કુલ ૯.૨૨ કરોડ રૃપિયાનો દારુ પકડ્યો છે. જોકે, દારુના કેસમાં પકડાયેલા લોકો છૂટી જવાનું કારણ એ છે કે ચાર્જશીટમાં દારૃ ખરેખર દારુ છે તે સાબિત કરવા માટે એકસપર્ટ (જ્લ્ન્ અધિકારી)નો અભિપ્રાય રજૂ કરી શકતી નથી. આ જ કારણ  પ્રોહિબિશન કેસમાં પકડાયેલી બોટલોમાં દારુ છે કે કેમ તે સાબિત થતું ન હોવાથી તેનો સીધો લાભ આરોપીઓને મળી જાય છે અને તેઓ છૂટી જાય છે.

 નવગુજરાત સમયના રિપોર્ટ્સ પ્રમાણે એક પર ચાર્જશીટમાં દારુ ખરેખર દારૃ છે કે નહીં તે માટે એકસપર્ટનો અભિપ્રાય લેવાતો જ નથી. રાજ્યમાં દારૃબંધી હોવાથી ગેરકાયદેસર રીતે કરાતી દારુની હેરાફેરીના વર્ષે હજારો કેસ બને છે. આવામાં પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરીને મોટું પગલું ભરતી હોવાનો યશ ખાંટી લે છે પરંતુ આગળ જતા કેટલીક બેદરકારીના લીધે આરોપીઓ છૂટી જતા હોય છે. આજ સુધીના નાનાતી મોટા જત્થાના એક પણ કેસમાં આરોપીને સજા થઈ હોવાનું ધ્યાને આવ્યું નથી. નશાબંધીના કાયદામાં ભલે સરકારે સુધારા કર્યા હોય અને સજા વધારી હોય પરંતુ કેસ જ પુરવાર ના થતા કાયદાનો શું અર્થ તેવા સવાલ ઉઠી રહ્યા છે.

  જે પ્રકારે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેના કારણે બુટલેગરોને પણ કોઈ વાતનો ડર રહેતો નથી. રિપોર્ટ્સ મુજબ રાજ્યમાં એવા પણ બુટલેગરો છે કે તેમની સામે ૨ ડઝનથી વધુ કેસ પ્રોહિબિશનના નોંધાયા હોય પરંતુ એક પણ કેસમાં તેમને સજા થઈ નથી. એકસપર્ટ અભિપ્રાય ટાંકવામાં ના આવતો હોવાથી ઝડપાયેલું પ્રવાહી દારુ છે કે અન્ય કંઈક તે સાબિત થતું નથી અને આરોપી નિર્દોષ છૂટી જાય છે અને ફરી તે આ પ્રવૃત્તિમાં લાગી જાય છે. કાયદામાં ફેરફાર કરાયા છે તેની સાથે પોલીસે પણ જરુરી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને સમાજમાં બદી ફેલાવી રહેલા લોકોમાં ડર રહે અને તેમના પર નિયંત્રણ રહે.

 આ અંગે એકસ૫ર્ટ દ્વારા પણ ફરિયાદ કરતી વખતે પોલીસ દ્વારા કરવામાં આવતી કેટલીક બેદરકારી અંગે વાત કરવામાં આવી છે. મેટ્રોકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ભરત શાહ જણાવે છે કે, પ્રોહિબિશનની એકપણ ચાર્જશીટમાં ક્યાંય એકસપર્ટનો અભિપ્રાય હોતો નથી. જ્યારે એક કરતા વધારે બોટલ પકડાઈ હોય ત્યારે કાયદા પ્રમાણે પૃથ્થકરણને લેબોરેટરીમાં મોકલવામાં આવતું નથી. કોર્ટમાં અધુરી વિગતોવાળી ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે. જેના લીધે સરકારીની સ્ટેશનરી, તપાસ કરનાર અધિકારીનો સમય ખરાબ થાય છે.

(3:34 pm IST)