Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

તમે વારંવાર જુઠ પર જુઠ બોલો છો અને તમે જુઠોના સરદાર છો : ભાજપને ઝાટકતા ખડગે

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષે વિશાળ જનસભામાં આકરા પ્રહાર કર્યા

નવી દિલ્‍હી તા. ૨૮ : નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.ભાજપ ઉપર તૂટી પડતા ખડગેએ કહ્યું હતું કે ૨૭ વર્ષમાં જનતાની સમસ્‍યા હલ ન થઈ.

તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાત માટે જ નહી પણ દેશ માટે પણ મહત્‍વપૂર્ણ છે અને ભાજપે ૨૭ વર્ષમાં જનતાની સમસ્‍યાનો સમાધાન નહી લાવી શકી તો તેમને કાઢી મૂકવાનો મતદાતા તમારા પાસે અધિકાર છે. તેમણે કહ્યું કે, અહીં ડબલ એન્‍જિનની વાત કરવામાં આવે છે પરંતુ આટલા વર્ષથી ડબલ એન્‍જિન છે છતાં પણ એ ગાડી ના ચાલે તો નવા એન્‍જિનવાળી ગાડી લાવવી જોઈએ. તેમણે જણાવ્‍યું કે તમારે વિચારવાનું છે કે કોના સમયમાં શું કામ થયા. કોંગ્રેસના સમયમાં મજબૂત કામ થયા છે, અમારા સમયમાં આજે પૂલ રિપેર કરીએ અને કાલે તૂટી ગયો હોય તેવું નથી બન્‍યું.

ડેડિયાપાડામાં મલ્લિકાર્જુન ખડગેએ જનસભાને સંબોધતાᅠ કહ્યું કે, આ ચૂંટણી દેશ માટે મહત્‍વપૂર્ણ છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે. નહેરૂજીએ લોકતંત્રનો પાયો નાખ્‍યો છે તેમજ કોંગ્રેસના કાળમાં મજબૂતીથી કામ થયા છે. કોંગ્રેસનું કામ મોરબી પૂલ જેવું નથી. તેમણે જણાવ્‍યું કે, સૌથી ઓછો પૌષ્ટિક આહાર ગુજરાતમાં મળે છે અને અમે ફૂડ સિક્‍યુરિટિ એક્‍ટ લાવ્‍યા છીએ મનરેગા યોજનાની મજાક ઉડાવાઈ રહિ છે પરંતુ કોવિડના સમયમાં મનરેગા યોજના જ કામ આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ ખડગે એ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તમે વારંવાર જુઠ પર જુઠ બોલો છો અને તમે જુઠોના સરદાર છો. તેમણે કહ્યું કે, અમને કહે છે કે કોંગ્રેસએ દેશને લૂટ્‍યો પણ તમે દેશના ગરીબોને લૂટો છો, ગરીબોની જમીન લૂટો છો.

(1:20 pm IST)