Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૫

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઘર વગરનું

‘‘આશીર્વાદને કોઇ ઘર નથી તે ભ્રામક છે. ખુશીને ઘર છે. દુઃખને ધર છે પરંતુ આશીર્વાદને નથી તે સફેદ વાદળ જેવા છે જેને કોઇ મુળ નથી.''

જે સમયે તમે મૂળ સાથે જોડાવ છો આશીર્વાદ અદ્રશ્‍ય થઇ જાય છે. ઘરનો અર્થ છે સુરક્ષા, સલામતી, આરામ, સગવડ અને અંતે આ બધીજ વસ્‍તુઓનો એકમાં સમાવેશ કરો તો તે છે મૃત્‍યુ તમે જેટલા જીવંત હશો એટલા ઘર વગરના રહેશો.

ખોજીનો આ જ અર્થ છે તેનો અર્થ છે ખતરામાં જીવન જીવવુ અસુરક્ષામાં જીવન હવે પછી શું થવાનું છે તે ખબર જ નથી તેનો અર્થ છે હમેશા ઉપ્‍લબ્‍ધ રહેવુ અને આર્યચકીત થવુ જો તમે આર્યચકીત થઇ શકો તો તમે જીવંત છો તેથી ભટકતા રહો વાદળની જેમ અને દરેક ક્ષણ હજારો આર્ય લઇને આવશે ઘર વગરના રહો ઘર વગરના રહેવાનો મતલબએ નથી કે ઘરમા ના રહેવું તેનો અર્થએ છે કે કોઇથી આસકત ના રહો તમે મહેલમાં રહેતા હો તો પણ તેનાથી આસકત ના થાવ જો છોડવાની કોઇ ક્ષણ આવે તો પાછળ જોયા વગર તમે છોડી શકો કોઇ તમને રોકી ના શકે તમે બધુ જ ઉપયોગ કરી શો તમે બધાથી આનંદીત થઇ શકો પરંતુ તમે જ ઉપરી બની રહો.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:34 am IST)