Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સ્કૂલના અભ્યાસક્રમમાં એક વિષય તરીકે ભગવત ગીતા શામેલ થવી જોઈએ : હિન્દુઓના પવિત્ર ગ્રંથનો અભ્યાસ સમગ્ર સમાજના હિતમાં છે : અલાહાબાદ હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન નામંજૂર : રાજ્યના શિક્ષણ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજુ કરવા લાયક બાબત ગણાવી

અલાહાબાદ : તાજેતરમાં અલાહાબાદ હાઇકોર્ટમાં સ્કૂલ અભ્યાસક્રમમાં એક વિષય તરીકે  હિન્દુઓના ધાર્મિક અને પવિત્ર ગ્રંથ  ભગવત ગીતા શામેલ કરવા દેવા માટે પિટિશન દાખલ કરાઈ હતી.જે નામદાર કોર્ટે નામંજૂર કરી હતી.તથા જણાવ્યું હતું કે આવી રજુઆત રાજ્યના શિક્ષણ  ડિપાર્ટમેન્ટ પાસે કરવી જોઈએ.અથવા યુનિવર્સીટી સમક્ષ કરવી જોઈએ.

બ્રહ્મ શંકર શાસ્ત્રી નામક અરજદારે દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે હિન્દુઓના પવિત્ર અને ધાર્મિક ગ્રંથનો અભ્યાસ એક વિષય તરીકે  સ્કૂલોના દરેક ધોરણમાં કરાવવો જોઈએ જે સમાજના હિતમાં છે.

જે અનુસંધાને નામદાર કોર્ટે આ પિટિશનને બિનપાયાદાર ગણાવી હતી જે રાજ્યના શિક્ષણ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજુ કરવા લાયક ગણાવી નામંજૂર કરી દીધી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)