Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

IDBI બેંક ગ્રાહકોને બચત ખાતા પર ૩.૫% વ્યાજ આપશે

કેનરા બેંક પોતાના ગ્રાહકોને ૩.૨ ટકા વ્યાજ આપશે : ઠપ પડેલા અર્થતંત્રને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકોએ બચત ખાતા પર વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે

નવી દિલ્હી,તા.૨૮ : જો બેંકમાં તમારું બચત ખાતું છે તો બેંક તેમા જમા રકમ પર વ્યાજ આપે છે. કોરોના મહામારીને કારણે ઠપ પડેલા અર્થતંત્રને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકોએ બચત ખાતા પર વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો છે. એવા સમયે અમુક જાહેર ક્ષેત્રની બેંકો જેવી કે કેનરા બેંકે બચત ખાતા પર ગ્રાહકોને સૌથી વધારે વ્યાજ આપવાનો ઑફર કરી છે. બેંક બજાર તરફથી એકત્રિત કરવામાં આવેલા ડેટા પ્રમાણે આઈડીબીઆઈ બેંક અને કેનરા બેંક પોતાના ગ્રાહકોનો ક્રમશઃ ૩.૫ અને ૩.૨ ટકા વ્યાજ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી બેંક એચડીએફસી પોતાના ગ્રાહકોને બચત ખાતા પર ૩થી ૩.૫ ટકા વ્યાજ આપે છે. બીજી તરફ દિગ્ગજ સરકારી બેંક એસબીઆઈ અને બેંક ઑફ બરોડા પોતાના ગ્રાહકોને બચત ખાતા પર ક્રમશઃ ૨.૭૦ અને ૨.૭૫ ટકા વ્યાજ આપે છે. જ્યારે સ્મૉલ ફાઇનાન્સ બેંક જેમ કે એયૂ સ્મૉલ બેંક અને ઉજ્જીવલ સ્મૉલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને બચત ખાતા પર ક્રમશઃ ૭ ટકા અને ૬.૫ ટકા સુધી વ્યાજ આપે છે. બંધન બેંક વધારે વ્યાજની સાથે સાથે અનેક બીજી ઑફર પણ આપી રહી છે.

               હાલમાં એક લાખ સુધીની જમા રકમ પર બેંક ૪ ટકા, એક લાખથી ૧૦ કરોડ રૂપિયા સુધી ૬. ટકા અને ૧૦ કરોડથી ૫૦ કરોડ સુધીની જમા રકમ પર ૬.૫૫ ટકા અને ૫૦ કરોડથી વધારેની જમા રકમ પર ૬.૫૫ ટકા વ્યાજ આપે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ૧ લાખ રૂપિયા સુધીની જમા રકમ પર સાત ટકા વ્યાજ આપે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં વ્યાદરની શરૂઆત છ ટકાથી થાય છે. આ બેંકમાં તમને કેશબેક અને અનલિમિટેડ કેશ ઉપાડ જેવી સુવિધા મળે છે. બેંક એક લાખ સુધીની જમા રકમ પર ચાર ટકા સુધી, ૧ લાખથી ૧૦ લાખ સુધી પાંચ ટકા અને ૧૦ લાખથી વધારે જમા રકમ પર ૬ ટકા વ્યાજ આપે છે. આ બેંક ત્રિમાસિક ધોરણે વ્યાજ આપે છે. આરબીએલ બેંક અહીં એક લાખ સુધીની બચત પર તમને ૪.૭૫ ટકા વ્યાજ મળશે. જ્યારે ૧ લાકથી ૧૦ લાખ સુધીની જમા રકમ પર તમને છ લાખ સુધી વ્યાજ મળશે. ૧૦ લાકથી પાંચ કરોડ સુધીની જમા રાશિ પર તમને ૬.૭૫ ટકા વ્યાજ મળશે. એચડીએફસી બેંક દેશની અગ્રણી ખાનગી બેંક એચડીએફસીમાં પાંચ લાખથી નીચેની બેલેન્સ પર તમને ૩ ટકા અને ૫૦ લાખ રૂપિયા કે તેનાથી વધારેની રકમ પર તમને ૩.૫ ટકા વ્યાજ મળે છે.

              અહીં વ્યાજની ગણતરી ખાતામાં રહેલી જમા રકમ પર મળે છે. ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક ઘરેલૂ અને બિન-નિવાસી ખાતાઓ પર એક લાખ રૂપિયા સુધીની બેલેન્સ પર ૪.૦ ટકા વ્યાજ આપે છે. ૧ લાખથી ૫ લાખ સુધીની બેલેન્સ પર ૫ ટકા, ૫થી ૫૦ લાખ સુધી ૫.૨૫ ટકા અને ૫૦ લાખથી ૫ કરોડ રૂપિયા સુધીની રકમ પર ૬.૨૫ ટકા વ્યાજ આપે છે. સાઉથ ઇન્ડિયન બેંક કેરળમાં મુખ્યાલય ધરાવતી આ ખાનગી ક્ષેત્રની બેંક બચત ખાતા પર બે લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ૨.૩૫ ટકા, બે લાખથી પાંચ કરોડ રૂપિયા સુધી ૨.૭૫ ટકા, પાંચ કરોડથી ૧૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધારે જમા રકમ પર ૪.૬૦ ટકા વ્યાજ આપે છે. ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોમાં ન્યૂનત્તમ બેલેન્સ મર્યાદા ૨૫૦ રૂપિયા છે. જ્યારે એસબીઆઈમાં આ મર્યાદા શૂન્ય છે. ખાનગી બેંક જેવી કે એક્સિસ બેંક અને એચડીએફસી બેંકમાં આ મર્યાદા ૨,૫૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા છે. જો આનાથી ઓછી રકમ બેંક ખાતામાં જમા રાખવામાં આવે છે તો બેંક ચાર્જ લેતી હોય છે.

(7:21 pm IST)