Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કોરોનાનો ફુંફાડો : આજે ૮નો ભોગ લીધો : નવા ૩૫ કેસ

શહેરના કુલ કેસ ૧૦૬૬૩ થયા તેની સામે ૯૭૭૨ સાજા થયા : ગઇકાલે ૮૧ દર્દીઓ સાજા થયા : રિકવરી રેટ ૯૧.૯૪ ટકા : પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા થયો : કોવિડ હોસ્પિટલોમાં ૧૯૪૫ બેડ ઉપલબ્ધ

રાજકોટ તા. ૨૬ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે કોરોનાનો ફુંફાડો વધતા મૃત્યુઆંક વધીને ૮ થયો હતો તેમજ આજે બપોરે ૧૨ સુધીમાં ૩૫ નવા કેસ નોંધાતા કુલ ૧૦૬૬૩ કેસ થયા છે.મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે બપોરે વધુ ૩૫ કેસ નોંધાતા શહેરમાં આજ સુધીમાં કુલ ૧૦૬૬૩ કેસ થયા છે. તેની સામે ૯૭૭૨ લોકો સાજા થતાં રિકવરી રેટ ૯૧.૯૪ ટકા થયા છે અને પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા છે. ગઇકાલે ૮૧ દર્દીઓને રજા અપાઇ હતી.

રાજકોટમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યા ૭૦ થયા

રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ દરમિયાન માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યા હોવાનું નોંધાયું છે. આજે ૭૦ થયા છે જેમાં રામધામ સોસાયટી - કાલાવાડ રોડ, ગુલાબનગર માસ્ટર સોસાયટી પાસે, ગંગદેવ પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ, રામકૃષ્ણનગર - વિરાણી ચોક, ગુલાબ વિહાર સોસાયટી બિગ બાઝાર પાછળ, રોયલ પાર્ક કાલાવાડ રોડ ગંજીવાડા ભાવનગર રોડ, વાંકાનેર સોસાયટી જામનગર રોડ, મહાવીર સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ, શ્રીનગર કોઠારીયા રોડ વિગેરેનો સમાવેશ થાય છે.

(3:27 pm IST)