Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્દ્ર ભાઈ અમદાવાદ આવી પહોંચતા એરપોર્ટ ઉપર પાંચ અધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા, ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે બે કલાક નું રોકાણ કરી કોરોના વેકસીન અંગે છેલ્લામાં છેલ્લી વિગતો મેળવી, ઝાયડસ ના પંકજભાઈ પટેલ અને પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું, હૈદરાબાદ જવા રવાના, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજે દેશના ત્રણ શહેરોમાં કોરોના વેકસીન ફેસિલિટીની મુલાકાતે આવ્યા છે: સૌરાષ્ટ્રના વડીયામાં પત્નીના હાથે પત્નીની ક્રૂર હત્યા, મૃતદેહ સળગાવવા જતાં પોતે પણ દાઝ્યો, અમરેલી જિલ્લામાં અરેરાટી: રાજકોટમાં ઠંડો પવન વધ્યો, કચ્છના નલિયામાં આજે સવારે 10.4 ડીગ્રી જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી રહ્યું છે: અમેરિકામાં ફરી કોરોનાનો ઉછાળો, આજે દોઢ લાખથી વધુ કેસ નોંધાયા, જ્યારે ભારતમાં ૪૧ હજાર થી વધુ કોરોના કેસ અને 485 ના મોત: પેટ્રોલનો ભાવ વધ્યો છે, પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિલીટર ૨૧ થી ૨૮ પૈસાનો વધારો નોંધાયો છે: સોમાલિયામાં ફરી ત્રાસવાદી હુમલો થતાં સાતની હત્યા: ઓલા અને ઉબેર જેવી ટેક્ષી કંપનીઓ ઉપર નિયંત્રણો, ભાડું હવે સરકાર નક્કી કરશે: 80 દિવસથી તેલુગુ બિગ બોસમાં છવાઇ ગયેલી ગુજરાતી મોનલ ગજ્જર, જીતવાની મુખ્ય દાવેદાર: બિહારની કેબિનેટમાંથી જેમને હાંકી કાઢવામાં આવ્યા તેવા ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીને રાજ્ય સભાના ઉમેદવાર બનાવ્યા: મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનારને ઓપન જેલમાં જવું પડશે,, શિવરાજ સરકાર આકરા મિજાજમાં : બ્રાઝિલના રાષ્ટ્રપતિની ગજબની જાહેરાત અમારે કોરોના વેકસીનની કોઈ જરૂર નથી: ઈરાની અણુબોમ્બના સર્જકની ધોળા દિવસે બોમ્બ ઝીંકી ક્રૂર હત્યા, ઇઝરાયેલ ઉપર આરોપ: ચીની વૈજ્ઞાનિકોએ અજબગજબની જાહેરાત, કોરોના અમારે ત્યાંથી નહીં, ભારતમાંથી ફેલાયો છે: પાકિસ્તાનમાં નિકાહ પછી વરરાજાને સાસુમાએ એ કે ફોર્ટી સેવન રાઈફલ ગિફ્ટમાં આપતી વીડિયો ભારે વાયરલ થઈ: જસદણના પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને કોરોના પોઝિટિવ આવતા જીલ્લાના પોલીસબેડામાં ચિંતાની લાગણી, ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ વડા બલરામ મીના સહીત અધિકારીઓ અને પોલીસ ઓફિસરો હાજર હતા: રાજકોટમાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો, વધુ આઠનાં મોત: અમેરિકામાં કોરોના સતત નાચ નચાવે છે, ગઈકાલે એક લાખ કેસ પછી આજે ફરી ૨૪ કલાકમાં દોઢ લાખ ઉપર કોરોના કેસ નોંધાયા, ભારતમાં ૪૧ હજાર નવા કેસો અને 485 નવા મોત નોંધાયા: પશ્ચિમ બંગાળ રાજસ્થાન કેરળ દિલ્હી અને મહારાષ્ટ્ર ૩ થી ૬ હજાર કોરોના કેસો સાથે સતત ટોચ ઉપર

(1:05 pm IST)