Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ: દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત થયા

ભારત સરકારે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરી છે.  લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ તે પદ સંભાળશે. આ હોદ્દો હાલના  સશસ્ત્ર દળોના વડાઓ કરતાં પણ મોટો રહશે.  લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે.

જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા જેઓ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એ ભારતના સૈન્યમાં સક્રિય ફરજ પરના ઉચ્ચતમ રેન્કિંગ અધિકારી છે.  તેઓ સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ યાને સીડીએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અને ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિ મજબૂત કરવાનું છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે દેશના પ્રથમ સીડીએસ તરીકે બિપિન રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બર 2019થી શરૂ થઈ હતી. જનરલ રાવત 3 વર્ષ અગાઉ સેના પ્રમુખ બન્યા હતા. સેનાપ્રમુખ બનતા અગાઉ તેમણે પાકિસ્તાન સરહદે, ચીન સરહદે અને પૂર્વોત્તર ભારતમાં સરદહે જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા.

નિવૃત્તિવય 65 કરવામાં આવ્યા પછી બિપિન રાવત આગામી ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ રહેવાના હતા. જોકે, તેમનું અકસ્માતે અવસાન થતાં તેમની જગ્યા ખાલી થઈ ગઈ હતી. તેમના મૃત્યુ પછી સતત નવ મહિના સુધી આ પોસ્ટ ખાલી રહી હતી. જોકે, હવે કેન્દ્ર સરકારે તે સ્થાન પર નિવૃત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને નિયુક્ત કરી દીધી છે

(7:21 pm IST)