Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આઇએએસ અધિકારી પુજા સિંઘલની તબિયત બગડતાં રાંચી રિમ્‍સમાં દાખલ

નવી દિલ્‍હીઃ મનરેગા કૌભાંડ અને મની લોન્‍ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલી ઝારખંડની આઇએએસ અધિકારી પૂજા સિંઘલે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા તબિયત અચાનક બગડતાં તેમને રાંચી રિમ્‍સમાં દાખલ કરવામાં આવ્‍યા છે. તેમની તબિયત વધુ ખરાબ હોવાનું કહેવાય છે. ઇડીએ ૧૧ મેના રોજ તેની ધરપકડ કરી હતી.

(1:42 pm IST)