Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લવજેહાદ: મુંબઈમાં બુરખો ન પહેરવા બદલ પત્નીની હત્યા: પતિએ છરી વડે ગળું કાપી નાખ્યું: ઈકબાલ મોહમ્મદ શેખ અને રૂપાલીએ ૩ વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ: લગ્ન પછી બીજા જ દિવસથી મુસ્લિમ રીત રિવાજ પળાવવા, બુરખો પહેરવા માટે ભયંકર દબાણ થતું હતું

મુંબઈમાં એક મુસ્લિમ યુવકે તેની હિન્દુ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પત્નીએ મુસ્લિમ રિવાજોનું પાલન કરવાની અને તેના સાસરિયાના ઘરે બુરખો પહેરવાની ના પાડી હતી.  મુંબઈના તિલક નગર વિસ્તારના રહેવાસી ઈકબાલ મોહમ્મદ શેખે ત્રણ વર્ષ પહેલા રૂપાલી નામની ૨૩ વર્ષની હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. ઈકબાલે પ્રથમ પત્નીથી સંતાન નહીં થતા બીજા લગ્ન કર્યા નું બહાર આવ્યું છે. તેઓને બે વર્ષનો પુત્ર પણ છે.

લગ્ન બાદ રૂપાલી પર મુસ્લિમ રિવાજોનું પાલન કરવા અને તેના સાસરિયાંમાં બુરખો પહેરવાનું દબાણ કરવામાં આવતું હતું.  આ બાબતે ઇકબાલ અને રૂપાલી વચ્ચે ઝઘડો થયો હતો.  બંને છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ રહેતા હતા. બંને ફોન પર જ વાત કરતા હતા.  આ દરમિયાન પણ અવારનવાર ઝઘડા થતા હતા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઇકબાલ તેની પત્નીને સમજાવવા ગયો હતો.  આ દરમિયાન મુસ્લિમ રિવાજોને લઈને બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. ગુસ્સામાં રૂપાલીએ છૂટાછેડા લેવાની વાત કહી.  પહેલા તો ઇકબાલે તેના પુત્રનો ઉલ્લેખ કરીને તેને સમજાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ રૂપાલી છૂટાછેડાની વાત પર અડગ રહેતાં ઇકબાલે રૂપાલીને ખેંચીને શેરીમાં લઇ ગયો હતો.  ત્યાં છરી વડે તેનું ગળું કાપીને ભાગી ગયો હતો.
રૂપાલીની ચીસો સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.  આ પછી પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસ પહોંચી ત્યાં સુધીમાં રૂપાલી મરી ચૂકી હતી.  પોલીસે રૂપાલીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.  જે બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.  થોડા સમય બાદ ઈકબાલની ધરપકડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી.  ઈકબાલે તેની પ્રથમ પત્નીને કોઈ સંતાન ન હોવાથી છૂટાછેડા આપી દીધા હતા.  આ પછી ઇકબાલે રૂપાલી સાથે લવ મેરેજ કર્યા હતા. તિલક નગરના ઈન્સ્પેક્ટર વિલાસ રાઠોડે જણાવ્યું કે સોમવારે આરોપી ઈકબાલ શેખે તેની પત્નીનું ગળું કાપીને છરી વડે હત્યા કરી હતી.  હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લોકોના કહેવા પ્રમાણે, જો કોઈએ દરમિયાનગીરી કરી હોત તો રૂપાલીનો જીવ બચાવી શકાયો હોત, પરંતુ કોઈએ હિંમત ન દાખવી અને રૂપાલીના ગળા અને હાથ પર અસ્તરાથી અનેક ઘા માર્યા બાદ ઈકબાલ નાસી છૂટ્યો હતો.

 

 

(12:00 am IST)