Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગત વર્ષે કોરોનાને કારણે રદ થયેલ ટેસ્ટ મેચ ૧ જૂલાઈએ રમાશે : ન્યુઝીલેન્ડને પરાસ્ત કર્યા બાદ ઈંગ્લેન્ડ ભારત સાથે ૨-૨ ની બરાબરી કરવા મેદાને ઉતરશે

ગત વર્ષે ઈંગ્લેન્ડ વિ રૂધ્ધમાં યોજાયેલ ૫ ટેસ્ટ મેચની સીરિ ઝમાં ભારત ૨-૧ થી આગળ : ઈંગ્લેન્ડનાં કેપ્ટને કહયુ - ''ભારત સામે પણ અમે ન્યુઝીલેન્ડની જેમ આક્રમક માનસિ કતા સાથે ઉતરશુ''

નવી દિલ્લી તા.૨૮ : ન્યુઝીલેન્ડનો વ્હાઈટવોશ કર્યા બાદ ઈંગ્લેન્ડ હવે ૧ જૂલાઈનાં રોજ ભારત સામેની બાકી રહી ગયેલ ટેસ્ટ રમવા મેદાને ઉતરશે. જેને લઈ ઈંગ્લેન્ડનાં કેપ્ટન બેન સ્ટોકસે કહયુ હતુ કે, ન્યુઝીલેન્ડની જેમ જ અમે ભારત સામે પણ આક્રમક વલણ સાથે ઉતરીશુ. અને અમે જે પ્રકારે અગાઉ દેખાવ કર્યો એ જ પ્રકારે દેખાવ કરવા પ્રયાસ કરીશુ.'' અત્રે ઉલ્લેખનિ ય છે કે, ગત વર્ષે કોરોનાનાં કારણે ૫ ટેસ્ટ મેચ પૈકીની એક મેચ રદ કરવી પડી હતી. જોકે ભારત ૨-૧ થી આ સીરીઝમા આગળ છે.

5મી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ: બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીઝ, ક્રેગ ઓવરટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, મેટી પોટ્સ, જો રૂટ.

5મી ટેસ્ટ માટે ભારતીય ટીમ:રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત(વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર,મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ,ઉમેશ યાદવ, રિષભ પંત(વિકેટમેન), પ્રસિધ્ધ કિષ્ના, પુજારા, મંયક અગ્રવાલ

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ પાંચમી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે 1 થી 5 જુલાઈ દરમિયાન રમાવાની છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે.ગયા વર્ષે, ચાર ટેસ્ટ મેચો પછી, ભારતીય ટીમમાં કોરોના વાયરસના કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ આ પાંચમી મેચ સ્થગિત કરવામાં આવી હતી.

ઇંગ્લેન્ડે સોમવારેના રોજ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીતીને કીવીઓને 3-0થી સિરીઝ જીતી હતી. આવી સ્થિતિમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે, પહેલા ઈંગ્લેન્ડનો ઉત્સાહ ખુબ જ વધારે છે. હવે ઈંગ્લિશ ટીમ નવા કોચ અને કેપ્ટનના નેતૃત્વમાં આક્રમક ક્રિકેટ રમી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણી પહેલા જ ECBએ બ્રેન્ડન મેક્કુલમની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. જ્યારે જો રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. જે બાદ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બંનેએ હવે થોડા મહિનામાં ટીમનું નસીબ બદલી નાખ્યું છે.

 

(11:56 pm IST)