Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભારતીય ક્રિકેટ ટીમનાં સુકાની રોહિ ત શર્મા કોરોના પોઝિ ટિ વ થતા BCCI સફાળુ જાગ્યુ ! : બોર્ડે કહયુ - ''ખુલ્લામાં ફરવુ ખતરનાક બની શકે છે''

ખેલાડીઓને પબલિ ક કોંટેકટમાં ઓછા આવવા તેમજ હેંગઆઉટ મર્યાદામાં કરવા સલાહ આપી : કોરોનાં વધતા કેસોને ધ્યાને લઈ ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલ ખેલાડીઓને સાવાધાન કરાયા

નવી દિ લ્લી તા.૨૮ : ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્મા કોરોનાગ્રસ્ત થતા સાવચેતીના ભાગરૂપે BCCI ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલ ખેલાડીઓને સાવધાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી ૧ જૂલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિગહામ ટેસ્ટ રમાવાની છે. ત્યારે BCCI એ ખુલ્લામાં ફરતા અને પોતાનાં ચાહકો સાથે ફોટા પડાવતા ખેલાડીઓને સલાહ આપતા કહયુ છે કે, ''આવુ કરવુ તમારી અને ટીમ માટે ખતરનાક છે. જેને લઈ અમે તમને ચેતાવી રહ્યા છીએ''

૧૯૭૭માં નિલમ સંજીવ રેડ્ડી સામે ૩૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંના બધાના ફોર્મ રદ્દ થતા તેવો બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. 1969માં યોજાયેલા પ્રેસિડેન્ટ ઇલેકશનમાં નિલમ સંજીવ રેડ્ડીને ખૂદ પોતાની કોંગ્રેસ પાર્ટી એ જ હરાવી દીધા હતા પરંતુ 1977માં ઉમેદવાર નહી ઉભો રાખીને બિન હરિફ ચુંટાવા દીધા હતા. ઇમરજન્સી ઉઠાવી લીધા પછીનો આ સમયગાળો કોગ્રેસ માટે અત્યંત ખરાબ હતો.

કોંગ્રેસે સત્તા ગુમાવેલી એટલું જ નહી ઇન્દેરા ગાંધી રાયબરેલી અને પુત્ર સંજય ગાંધી અમેઠી લોકસભા બેઠક પરથી હારી ગયા હતા. આવા સમયે રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં વિપક્ષ તરીકે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.એટલું જ નહી કેટલાકે અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતું છેવટે નિલમ સંજીવ રેડ્ડી કોઇ પણ વિરોધ વગર રાષ્ટ્રપતિ બન્યા હતા.

નિલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઇ 1977 થી 25 જુલાઇ 1982 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. નિલમ સંજીવ રેડ્ડીના કાર્યકાળમાં મોરારજી દેસાઇ,ચોધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1956 થી 1960 અને 1962 થી 1964 એમ વાર આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ રહયા હતા.

રાષ્ટ્રપતિ ઇલેકશનની વાત કરીએ તો ૧૯૫૨માં ભારતમાં પ્રથમ પ્રેસિડેન્ટ ઇલેકશન યોજાયું જેમાં રાજેન્દ્રપ્રસાદની સામે કે.ટી શાહ મુખ્ય ઉમેદવાર હતા.જયારે કુલ ચાર ઉમેદવારો હતા.રાજેન્દ્ર પ્રસાદને ૫૦૭,૪૦૦ જયારે કે.ટી શાહને માત્ર ૯૨,૮૨૭ મત મળ્યા હતા.જયારે ૧૯૫૭માં યોજાયેલા ઇલેકશનમાં રાજેન્દ્રપ્રસાદના હરિફ હરીરામ ચૌધરીને માત્ર ૨,૬૭૨ મત મળ્યા હતા.તેઓ ૧૯૬૨માં ડૉ રાધાકૃષ્ણનના પણ હરિફ ઉમેદવાર હતા ત્યારે માંડ ૬ હજાર મત મળ્યા હતા.

૧૯૬૭માં ઝાકિરહુસેનને કોકા સુબ્બારાવે ટકકર આપીને ૩.૬૩ લાખથી વધુ મતો મેળવ્યા હતા.રાજેન્દ્રપ્રસાદને ૪.૭૧ થી વધુ મતો મળ્યા હતા.આ ઇલેકશનમાં ૧૪ ઉમેદવારો મેદાનમાં હતા.૧૯૬૯માં વી.વી ગીરી રાષ્ટ્રપતિ બન્યા હતા તેમણે નિલમ સંજીવરેડ્ડી સહિત ૧૫ ઉમેદવારોનો સામનો કર્યો હતો.૧૯૭૪ના પ્રેસિડેન્ટ ઇલેકશનમાં સૌથી ઓછા બે ઉમેદવારો હતા.જેમાં ટી ચૌધરીને હરાવીને ફકરુદ્દીન અલી અહેમદ ૭.૫૪ લાખ ઇલેકટ્રોલ મતથી વિજેતા બન્યા હતા.

(11:53 pm IST)