Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

બરફના રણ લદ્દાખનાં કારગીલ જીલ્લામાં સીંચાઇના પાણીની ગંભીર અછત ખેતીની જમીનો સુકાવાથી ખેડુતોને મોટું નુકશાન


જમ્‍મુઃ બરફના રણ ગણાતા લદ્દાખના કારગીલ જીલ્‍લામાં સિંચાઇના પાણીની ગંભીર અછત સર્જાઇ છે. સ્‍થાનિક લોકોના કહેવા અનુસાર, કાકસર, ચુટુમૈલ, ચનીગૌંડ, ઓસ્‍કોર, હરદસ, મીનજી અને સોધ યોરબાલ્‍ટાક સહિતના  વિસ્‍તારો સીંચાઇના પાણીની ગંભીર અછત  અનુભવી રહયા છે. જેના કારણે ખેડુતોને મોટુ નુકશાન જઇ રહ્યું છે. સ્‍થાનિકોએ કહ્યુ કે  સિંચાઇના પાણીની અછતના કારણે ઉભી થયેલ દૂકાળ જેવી  પરિસ્‍થિતિના કારણે ખેડૂતો મોટું નુકશાન થવાની શકયતા છે.
કારગીલના એક સામાજીક રાજકીય કાર્યકર સજ્‍જાદ હુસૈન કારગીલીએ રિપોર્ટરો સાથે વાત કરતા કહ્યુ કે અહીં પાણીની ગંભીર અછત છે અને ખેડૂતો સિંચાઇના પાણીની ગંભીર અછત ભોગવી રહયા છે. તેમણે લદ્દાખના લેફટન્‍ટ ગર્વનરને અપિલ કરી કે કારગીલનું જીલ્‍લા વહીવટીતંત્ર નિષ્‍ણાંતની એક સમિતિ બનાવીને ખેડૂતોને થયેલા નુકસાનનું આકલન કરે અને પાણીની અછત નિવારવા માટે પગલા લે. લેફટનન્‍ટ ગર્વનર આર કે માથુર હાલમાં જ કારગીલ જીલ્‍લાના ત્રણ દિવસના પ્રવાસે હતા તે દરમ્‍યાન તેમણે વિભીજા ગામોના પ્રતિનિધિ મંડળો સાથે ચર્ચા કરી હતી.
દરમ્‍યાન કારગીલ જીલ્લામાં પાણી અછતને નિવારવા માટે વહીવટીતંત્ર ઘણાં પગલા લઇ રહ્યું છે. કારગીલના ડેપ્‍યુટી કમિશ્નર, સંતોષ સુખદેવે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે કેટલાક વિસ્‍તારોમાં પાણીની અછત છે અને દૂકાળ જેવી પરિસ્‍થિતિ ૈઊભી થઇ છે. અમે ૧૦થી ૧૫ સોલર લીફટ ઇરીગેશન પ્‍લાન્‍ટ ઉભા કર્યા છે અને વધુ ૩૦-૪૦ આવા પ્‍લાન્‍ટ ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
સુખદેવે કહ્યું કે જેમને અસર થઇ છે. તેમને આના માટે નિમાયેલી સમિતિ દ્વારા નક્કી કરાયેલ વળતર ચૂકવવામાં આવશે. અને પાણીના બગાડને અટકાવવા જરૂરી પગલાઓ લેવામાં આવશે.

 

(3:54 pm IST)