Gujarati News

Gujarati News

News of Sunday, 28th May 2023

બાંદ્રા-વર્સોવા સી લિંક હવેથી વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે: શિંદે સરકારની જાહેરાત

સાવરકરની જન્મજયંતિ નિમિત્તે સાવરકરને સન્માનિત કરવા રાજ્ય સરકારની પહેલ હેઠળ આ નિર્ણય લેવાયો

મુંબઈ :બાંદ્રા-વર્સોવા સી લિંક હવેથી વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. મહારાષ્ટ્રની શિંદે સરકારે બાંદ્રા અને વર્સોવા વચ્ચેના સી લિંક પ્રોજેક્ટનું નામ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. સાવરકરની જન્મજયંતિ નિમિત્તે સાવરકરને સન્માનિત કરવા રાજ્ય સરકારની પહેલ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 આ પુલનું નામ બદલવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ પણ છે. આ ખાસ અવસર પર મહારાષ્ટ્ર સરકારે રવિવારે બાંદ્રા-વર્સોવા લિંકનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.

 મહારાષ્ટ્ર સરકારમાં વીર સાવરકરની વિચારધારા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા હતા. ત્યારબાદ તેમણે વીર સાવરકર વિશે નિવેદન આપ્યું હતું. જેના પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહુલ ગાંધીના આ નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રા પણ કાઢી હતી.

 

ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઈતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા.

(11:31 pm IST)