Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

નૈસર્ગિક અને આહલાદક અંદમાન નિકોબારના ફરવાલાયક પ્રખ્‍યાત ટાપુઓ

વિવિધ પર્યાવરણ સુષ્‍ટિથી ભરપુર હેવલોક, રોસ, નીલ, પેરેટ આઇલેન્‍ડનો અદ્‌ભુત માણવાલાયક નજારો

નવી દિલ્‍હીઃ તમે હરવા ફરવાના શોખિન છો તો તમારે સૌથી પહેલાં ભારતની નજીક આવેલા અંદમાન ઍન્ડ નિકોબારના આ ટાપુ નથી જોયા તો તમે કંઇ પણ નથી જોયું. અંદમાનની સુંદરતા જોઈને તમે બધા તેના ફેન થઈ જશો. તમને જણાવી દઈએ કે અંદમાનના આ ટાપુઓને જોયા વિના તમારી યાત્રા અધૂરી રહી જશે. આવો અમે તમને અહીંના કેટલાક પ્રખ્યાત ટાપુઓની ખાસિયત જણાવીએ, જેના વિશે જાણીને તમે તરત જ ફરવા નીકળી પડશો.

ઉજ્જડ આઇલેન્ડ

ભારતીય ઉપખંડમાં અહીં એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. બેરન આઇલેન્ડમાં વસ્તી નથી. તમને જણાવી દઇએ કે તેના ઉત્તરીય ભાગમાં કોઈ વૃક્ષો અને છોડ નથી.

હેવલોક આઇલેન્ડ

અહીં તમે સ્કુબા ડાઇવિંગનો અનુભવ કરી શકો છો. એક પ્રકૃતિ પ્રેમીથી લઈને સાહસ પ્રેમી સુધી આ ટાપુ સ્વર્ગથી ઓછો નથી.

રોસ આઇલેન્ડ

પોર્ટ બ્લેરથી 2 કિમી પૂર્વમાં આવેલો આ ટાપુ તેના ખંડેરો માટે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે રોસ આઈલેન્ડ ભારતીય નૌકાદળ હેઠળ છે. અહીં આવતા દરેક પ્રવાસીએ આવતા-જતા સમયે હાજરી પુરાવવી પડે છે.

નીલ આઇલેન્ડ

આ આઇલેન્ડ ભારતના ખાસ રત્નોમાંથી એક છે. એક શાંત આઇલેન્ડ જે તમને આ ભાગદોદ ભરી દુનિયામાં હળવાશનો અનુભવ કરાવશે. તમને જણાવી દઈએ કે આ આઈલેન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જાણીતો છે.

પેરેટ આઇલેન્ડ

પક્ષીઓના શોખીન લોકો માટે આ સ્થળ ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. તમને જણાવી દઈએ કે તેના મેન્ગ્રોવ જંગલમાં મોટી સંખ્યામાં પોપટ જોવા મળે છે.

નોર્થ આઇલેન્ડ

અંદમાનમાં સ્નોર્કલિંગ કરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ભોજન, કપડાં માટે લોકર, ઝૂંપડીઓ વગેરે જેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

(6:01 pm IST)