Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મેરઠની ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલનો મોટો આરોપ : કહ્યું લાલકિલ્લાકાંડ ભાજપ સરકારે કરાવ્યો

દિલ્હી આવવા દો , આવશે પછી જેલમાં પુરી દેવાનો કેન્દ્રનો હતો પ્લાન : કેજરીવાલે કહ્યું નસીબજોગે જેલ બનાવાનું અમારી પાસે હતું, ફાઈલ મોકલી- ધમકી આપી પણ અમે જેલ ના બનાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મેરઠમાં ખેડૂત મહાપંચાયતનો ભાજપ પર મોટો આરોપ મુક્યો હતો તેમણે કહ્યું હતું કે લાલ કિલ્લાની આખી ઘટના ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને જે લોકોએ ધ્વજ ફરકાવ્યો હતો તે તેમના જ કાર્યકરો હતા. તેમણે કહ્યું કે અમે આ ચળવળમાં શરૂઆતથી જ ભાગ લીધો હતો. કેન્દ્ર પર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારે એક યોજના બનાવી કે એમને  દિલ્હી આવવા દો, પછી અમે તેમને જેલમાં પુરી દઈશું

સીએમ કેજરીવાલે કહ્યું, "સારા નસીબ કે મને જેલ બાંધવાનો અધિકાર છે, તેઓએ મને ફાઇલ મોકલવી પડી. પહેલા પ્રેમથી કહ્યું પછી ફાઈલ ક્લિયર કરવાની ધમકી આપી,પણ અમે તેમેને જેલ બનાવવા દીધી નહીં , મને ખબર હતી કે ખેડૂત આંદોલનને ખતમ કરવા તમામને જેલમાં પુરી દેવાશે ,

 " અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ખેડુતો દિલ્હીની સરહદ પર બેઠા હોવાથી અમારી પાર્ટી અને સરકાર વતી, અમે તન મન અને ધનથી  તેમની સેવા કરી રહ્યા છીએ. અમે પાણીની શૌચાલય વાઇફાઇ ગોઠવવામાં સંપૂર્ણ મદદ કરી રહ્યા છીએ. અમે 28 જાન્યુઆરીની રાત્રે ટીવી પર જે જોયું તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, આપણા દેશના મહાન ખેડૂત આગેવાન બાબા મહેન્દ્ર સિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈત જેઓ ખેડૂતો માટે પોતાનો દેહ ઓગાળી રહ્યાં હતા અને સરકારે એમની સાથે જે વ્યવહાર કર્યો,તેણથી એમની  આંખમાંથી આંસુઓ નીકળી ગયા હતા. મારાથી  એ જોવાયું નહીં

તેમણે કહ્યું, "આજે આપણા દેશનો ખેડૂત ખૂબ જ વેદનામાં છે. તેને ત્રણ  મહિનાથી વધુ સમય થઈ ગયો છે. સખત શરદીમાં ખેડૂત પોતાના પરિવાર અને બાળકો સાથે દિલ્હીની સરહદે બેઠો છે. કોઈને પણ આવા ધરણા કરવાની મજા નથી આવતી 250 લોકો શહીદ થઈ ગયા છે, પરંતુ સરકારના કાન પર જૂ નથી પડી રહી, 70 વર્ષમાં આ દેશના ખેડુતો માત્ર છેતરપિંડી કરતા જોવા મળ્યા છે. તમામ પક્ષોની સરકારોએ ખેડૂતને છેતર્યા છે ખેડૂત માત્ર યોગ્ય ભાવ માગી રહ્યો છે તેના પાક માટે. મેનીફેસ્ટોમાં લખ્યું હોય છે પણ એકપણ પક્ષે યોગ્ય ભાવ આપ્યો નથી

કેજરીવાલે કહ્યું કે જો યોગ્ય ભાવ મળે તો ખેડૂતે આત્મહત્યા કરવી ન પડે. તેમણે તમામ પક્ષોની નિંદા કરતાં કહ્યું કે, "દરેક પક્ષ ચૂંટણી પહેલા વચન આપે છે કે લોન માફ કરવામાં આવશે. 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડુતોએ આત્મહત્યા કરી છે, તે કોઈ નાની વાત નથી. હવે ખેડૂતો માટે જીવન અને મોતનો પ્રશ્ન બન્યો છે આ ત્રણ કાયદા એ ખેડૂતોના ડેથ વોરંટ છે.

(5:44 pm IST)
  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST

  • છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોના કેસમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો અને ૬૧,૦૦૦ નવા નોંધાયા કેસ થયા છે : ભારતમાં આજે પણ ૧૬ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે, ૧૧૩ નવા મૃત્યુ થયા છે, જ્યારે ૧૧ હજારથી વધુ લોકો સાજા થયા છે: વિશ્વના અન્ય દેશોમાં બ્રાઝિલમાં ૫૯ હજાર, ફ્રાન્સમાં ૨૩ હજાર, ઇટાલીમાં ૧૮ હજાર, રશિયામાં ૧૧ હજાર, ઇંગ્લેન્ડમાં ૭ હજાર, જર્મનીમાં ૭ હજાર, અને યુનાઈટેડ આરબ અમીરાતમાં ૩૪૩૪ કોરોના કેસ નોંધાયા છે : સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં સાત અને ચીનમાં દસ નવા કેસ કોરોનાના બહાર આવ્યા છે. access_time 12:30 pm IST

  • પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એ મતદાન કર્યું હતું. access_time 2:52 pm IST