Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મહારાષ્ટ્ર સરકારમાં મોટો વિસ્ફોટ : શિવસેનાના ધરખમ ગજાના નેતા અને વનમંત્રી સંજય રાઠોડે રાજીનામું આપી દીધું: આત્મહત્યા કેસમાં તેમનું નામ ચર્ચામાં આવેલ

મુંબઇ: ૨૨ વર્ષની ટિક ટોક  સ્ટાર પૂજા ચૌહાણના મૃત્યુના બનાવ સંદર્ભે મહારાષ્ટ્રના વનમંત્રી અને શિવસેનાના ધરખમ ગજાના નેતા સંજય રાઠોડ એ પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.

આજે તેમની પત્ની સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વર્ષા બંગલો ખાતે સંજય રાઠોડ મળ્યા પછી આ નિર્ણય લીધો હતો. પૂજા ચવાણે પૂણે ખાતે ૮ ફેબ્રુઆરીના રોજ બહુમાળી મકાન ઉપરથી ઝંપલાવીને જીવ આપી દીધો હતો.

૪૯ વર્ષના રાઠોડ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વિદર્ભના મજબૂત નેતા ગણાવાઈ રહ્યા છે.

વિરોધ પક્ષના ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે જો રાઠોડ પ્રધાનપદે ચાલુ રહેશે તો ભાજપના ધારાસભ્યો શક્તિ લો કમિટીમાંથી રાજીનામા આપી દેશે.

આ પહેલા વણઝારા સમાજના નેતાઓ આગળ આવ્યા હતા અને સંજય રાઠોડનું રાજીનામું મુખ્યમંત્રી સ્વીકારે નહીં તેવી લાગણી દર્શાવી હતી.
 

(4:45 pm IST)