Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સુપ્રિમો મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક ભરેલી કાર મુકવાની જવાબદારી સ્વીકારતું આંતકવાદી સંગઠન જૈશ-ઉલ-હિન્દ

ટેલીગ્રામ એપ દ્વારા જવાદબારી તો સ્વીકારી સાથો સાથ બીટકોઇનના માધ્યમથી પૈસાની પણ માંગણી કરાઇ છે

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં મુકેશ અંબણીના ઘર બહાર વિસ્ફોટકોથી ભરેલી ગાડીના કેસમાં જૈશ-ઉલ-હિન્દ નામના એક સંગઠને જવાબદારી લીધી છે. આ સંગઠને ટેલીગ્રામ એપ દ્વારા તે વાતની જવાબદારી લીધી છે. કેટલાક દિવસ પહેલા આ સંગઠને દિલ્હીમાં ઇઝરાઇલ એમ્બેસી બહાર બ્લાસ્ટી જવાબદારી લીધી હતી. આ સંગઠન તરફથી બિટકોઈનથી પૈસાની ડિમાન્ડ પણ કરવામાં આવી હતી.

સંગઠને એક મેસેજ દ્વારા તપાસ એજન્સીને પડકાર ફેંક્યો છે. મેસેજમાં લખ્યું છે, “રોકી શકતા હોવ તો રોકી લો, તમે કંઈ જ કરી શક્યા નહતા જ્યારે તમારી નાકક નીચે દિલ્હીમાં તમને હિટ કર્યા હતા, તમે મોસાદ સાથે હાથ મિલાવ્યો પરંતુ કંઈ થયું નહીં, તમે ખુબ જ ખરાબ રીતે ફેલ થઈ ગયા છો અને આગળ પણ તમને લોકોને સફળતા મળશે નહીં.” મેસેજના અંતમાં મુકેશ અંબાણીને ધમકી આપતા લખ્યું છે- તમને ખબર છે કે તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો, જે પહેલા તમને બોલવામાં આવ્યું છે.

પાછલી 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયા બહાર વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી હતી. બુધવારે રાત્રે એક વાગ્યાની આસપાસ એન્ટીલિયા બહાર સ્કોર્પિયો ઉભી હતી. અહીં બે ગાડીઓ પડેલી જોવા મળી હતી, જેમાંથી એક ઈનોવા પણ હતી. ઘરની બહાર સંદિગ્ધ કાર જોવા મળ્યા પછી અંબાણીના ઘરના સુરક્ષા કર્મચારીઓએ સ્થાનિક પોલીસને સૂચના આપી હતી, જે પછી કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

(4:05 pm IST)