Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે : અમિતભાઇ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા દાવો કર્યો

પૂર્વની નારાયણસામી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે તેમણે કેન્દ્રની યોજનાઓને જનતા સુધી પહોંચવા દીધી નહીં:

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડ્ડુચેરી ના કરાઈકલમાં જનસભા સંબોધી. કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. આ સાથે જ તેમણે પૂર્વની નારાયણસામી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે તેમણે કેન્દ્રની યોજનાઓને જનતા સુધી પહોંચવા દીધી નહીં.

જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે 'મારા રાજનીતિક અનુભવના આધારે કહુ છું કે આગામી ચૂંટણીમાં પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.' તેમણે કહ્યું કે 'આ પુડ્ડુચેરીની જમીન ખુબ પવિત્ર ભૂમિ છે. અહીં અનેકવાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ અનેકવાર લાંબા સમય સુધી રોકાણ કર્યું અને શ્રી અરવિંદોએ જ્યારે આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તો પુડ્ડુચેરીને જ પસંદ કરીને પોતાની આગળની જીવન યાત્રાને આ સ્થળ પરથી આગળ વધારી.'

અમિત શાહે કહ્યું કે 'મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદથી અમે પ્રયત્નશીલ હતા કે પુડ્ડુચેરી સમગ્ર દેશમાં મોડલ રાજ્ય બને. પ્રધાનમંત્રીજીએ 115થી વધુ યોજનાઓ અહીં માટે મોકલીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ડગલું વધાર્યું પરંતુ અહીંની સરકારે આ યોજનાઓને જમીન પર ઉતરવા દીધી નહી.' તેમણે આગળ કહ્યું કે 'કોંગ્રેસ આરોપ  લગાવે છે કે ભાજપે તેમની સરકાર અહીં પાડી. અરે, તમે મુખ્યમંત્રી એવી વ્યક્તિને બનાવ્યા હતા જે પોતાના સર્વોચ્ચ નેતા સામે ટ્રાન્સલેશનમાં પણ ખોટું બોલ્યા, આવી વ્યક્તિને તમે મુખ્યમંત્રી  બનાવ્યાં.'

(2:43 pm IST)