Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ઓસ્ટ્રેલિયાના જંગલમાં પ વર્ષથી વિહરતા ઘેટાને પકડી લેવાયુ : તેમના શરીર પર ૩પ કિલો ઉન નિકળ્યુ

બરાક નામનું જંગલી ઘેટુ ઓસ્ટ્રેલીયાના જંગમાં આમતેમ ભટકી રહ્યું હત

ઓસ્ટ્રેલિયાના એક જંગલી ઘેટાની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બરાક નામનું એક જંગલી ઘેટું ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભટકી રહ્યુ હતુ. લોકોની નજર જ્યારે તેના પર પડી ત્યારે તે એક ઉનના ગોળા જેવુ દેખાઇ રહ્યુ હતુ. જ્યારે આ ઘેટાનું રેસ્ક્યૂ કરી તેના વાળ કાઢવામાં આવ્યા ત્યારે 35 કિલો ઉન મળી આવ્યુ.

એક રિપોર્ટ પ્રમાણે આ ઘેટું છેલ્લા 5 વર્ષથી જંગલમાં ભટકી રહ્યુ હતુ. જેને કારણે તેના શરીર પર એટલા વાળ ભેગા થઇ ગયા હતા કે તેને ઓળખવુ પણ મુશ્કેલ બન્યુ હતુ અને તેને હલન ચલનમાં પણ તકલીફ પડી રહી હતી. મેલબર્નના પ્રાણી બચાવ સેન્ચૂરીનું કહેવુ છે કે આ ઘેટું વિક્ટોરિયાના જંગલમાં ભટકી રહ્યુ હતુ. આ ઘેટાને બચાવ કેન્દ્રમાં લાવવામાં આવ્યુ. સંસ્થાએ વધુમાં જણાવ્યુ કે અમને ભરોસો નથી થતો કે આટલા બધા ઉનની નીચે એક જીવીત ઘેટું છે.

(2:20 pm IST)