Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બેંગ્લોરમાં એરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મીટ સ્ટોલ, માંસાહારી હોટલ અને રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો આદેશ

BBMPએ જણાવ્યું કે જાહેર સ્થળોએ માંસાહારી ખોરાકને કારણે પક્ષીઓ એકઠા થાય છે અને માંસના ટુકડાઓને લઇને હવામાં ઉડતા હોય છે: એયર ઈન્ડિયા શો દરમિયાન, વિમાન હવામાં રહેશે અને, તેથી પક્ષીઓ તેમની સાથે વિમાન સાથે અથડાઇ શકે છે જેનાથી અકસ્માતની શક્યતા વધી જશે.

મુંબઇ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ મહિનાની 30મી તારીખથી 'એરો ઈન્ડિયા શો' શરૂ થશે. એરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મીટ સ્ટોલ, માંસાહારી હોટલ અને રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. Bruhat Bengaluru Mahanagara Palike જાહેર નોટીસમાં જણાવ્યું કે, યેલાહંકા એરફોર્સ સ્ટેશનની 10 કિમીના વિસ્તારમાં માંસાહારી વાનગીઓ પીરસવા અને વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલશે.

પ્રતિબંધ 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રહેશે

BBMPએ જણાવ્યું કે, 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી એરફોર્સ સ્ટેશન, યેલાહંકા ખાતે સામાન્ય જનતા, માંસની દુકાનોના માલિકો, માંસાહારી હોટેલો અને રેસ્ટોરન્ટને તમામ માંસ/ચિકન/માછલીની દુકાનો અને 10 કિમીના વિસ્તારમાં બંધ રાખવાની,વેચાણ કરવાનો પ્રતિબંધ છે.

આનું કોઈપણ ઉલ્લંઘન BBMP એક્ટ-2020 અને ભારતીય એરક્રાફ્ટ નિયમો 1937ના નિયમ 91 હેઠળ સજાને પાત્ર હશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

BBMP અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાહેર સ્થળોએ માંસાહારી ખોરાકને કારણે પક્ષીઓ એકઠા થાય છે અને માંસના ટુકડાઓને લઇને હવામાં ઉડતા હોય છે. 

એયર ઈન્ડિયા શો દરમિયાન, વિમાન હવામાં રહેશે અને, તેથી પક્ષીઓ તેમની સાથે વિમાન સાથે અથડાઇ શકે છે જેનાથી અકસ્માતની શક્યતા વધી જશે.

(7:52 pm IST)