Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

આર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સ ટેકનીકના ઉપયોગથી ગૂગલના ઉત્‍પાદનો બને છે બહેતર

AI ટેકનીક ઉપર કરે છે કામ

નવી દિલ્‍હી, તા.૨૮: ગૂગલ બે દાયકાથી વધારે સમયથી આર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સ ટેકનીકના વિકાસ પર કામ કરી રહ્યું છે. ગૂગલ લેન્‍સ અને ગૂગલ ટ્રાન્‍સલેટ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઓપ્‍ટીકલ કેરેકટર રેઝનીશન અને મશીન લર્નીંગ  જેવી આર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સ ટેકનીકોનો ઉપયોગ કરીને જ રજૂ કરાઇ હતી. આ સાથે જ કંપનીના અન્‍ય ઉત્‍પાદનોમાં પણ એઆઇ ટેકનીક જોવા મળે છે. ગૂગલ અનુસાર, તે એઆઇનો ઉપયોગ કરીને પોતાના ઉત્‍પાદનોને યુઝર્સ માટે વધુ મદદરૂપ બનાવે છે.

જી મેઇલના ઘણા ફીચર્સ પણ એ આઇ ટેકનીક પર નિર્ભર છે જેમાં ઓટો કંમ્‍પલીટ અને સ્‍પેલ ચેક જેવા ફીચર્સ પણ સામેલ છે. જણાવી દઇએ કે જી મેઇલનું લોકપ્રિય સ્‍પામ ફીલ્‍ટર પણ એ આઇ દ્વારા કામ કરે છે.

એ આઇ ટેકનીક દ્વારા યુઝઝર્સ ઘણા ઇન્‍પુટ સાથે નવી ભાષાઓમાં ગૂગલ સર્ચ કરી શકે છે. આ સાથે જ આ ટેકનીક દ્વારા નવા ઇન્‍પુટ જેમ કે કેમેરાથી સર્ચ કરવાનુ પણ શકય બની શકયુ છે. ગૂગલ એપના મલ્‍ટી સર્ચ ફીચર દ્વારા યુઝર્સ ટેક્ષ અને ફોટોને એક સાથે સર્ચ કરી શકે છે.

ગૂગલે ૨૦૧૫માં પોતાની ગૂગલ ફોટોસ એપમાં એઆઇ ફીચરને જોડી દીધુ હતુ. તેનાથી યુઝર્સ વિષય, લોકોના નામ, સ્‍થળ વગેરે દ્વારા પણ ફોટા સર્ચ કરી શકે છે. કંપનીએ હાલમાં જ એક નવુ એ આઇ ફીચર પણ એપમાં ઉમેર્યુ  છે જેના દ્વારા યુઝર્સ ગૂગલ ફોટોસ એપમાં ભૂલાયેલ યાદોને ફરીથી જોઇ શકે છે.

યુ ટયુબ એઆઇ ટેકનીકનો ઉપયોગ કરીને પોતાના પ્‍લેટફોર્મ પર વીડીયો માટે ઓટોમેટીક રીતે કેપ્‍શન પણ દર્શાવે છે. તેનાથી બહેરા અને ઓછું સાંભળતા યુઝર્સ પણ યુ ટયુબ સાથે જોડાઇ જાય છે.

ગૂગલ મેપ્‍સ પણ એ આઇ ટેકનીક દ્વારા જ ટાફીકની રીયલ ટાઇમ માહિતી આપે છે. આ સાથે જ આ ટેકનીકનો ઉપયોગ કરીને ગૂગલ ઓટોમેટીક રીતે વ્‍યવસાયના કલાકો અને સ્‍પીડ લીમીટની સૂચના પણ આપણને આપે છે.

ગૂગલ આસીસ્‍ટંટને માનવ સંચારની નકલ કરનાર પધ્‍ધતિથી સમજવા અને પ્રતિક્રિયાની પરવાનગી આપવા માટે કંપનીએ પ્રાકૃતિક ભાષા પ્રશંસ્‍કરણ લાવવા માટે એ આઇ ટેકનીકનો ઉપયોગ કર્યો છે.

(3:12 pm IST)