Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

નાના-મોટા ધંધો કરી સખત મહેનત બાદ બિગ બોસ-16માં શક્‍તિશાળી સ્‍પર્ધક તરીકે ઉભરી આવતો શિવ ઠાકરે

બીગ બોસ મરાઠી-1માં વિજેતા થયો હતો: આ જીત છતાં તેને એ લોકપ્રિયતા ન મળી પરંતુ હવે બિગ બોસ 16માં તે 3 મહિના વિતાવી ચૂક્યો છે

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં જન્‍મેલા શિવ ઠાકરેનો ઉછેર ગરીબ કુટુંબમાં થયો હતો. નાના-મોટા ધંધા કરી સખત મહેનત કરી બિગ બોસ-16નો સ્‍પર્ધક બન્‍યો છે. બીગ બોસ મરાઠી-1માં વિજેતા થયો હતો.

'બિગ બોસ 16' ફેમ શિવ ઠાકરે શોમાં એક શક્તિશાળી સ્પર્ધક છે. શિવે આ શોથી ઘર-ઘરનું નામ બનાવ્યું છે, પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. શોમાં આવતા પહેલા તેણે બિગ બોસ મરાઠી 2 જીત્યો હતો. આ જીત છતાં તેને એ લોકપ્રિયતા ન મળી પરંતુ હવે બિગ બોસ 16માં તે 3 મહિના વિતાવી ચૂક્યો છે અને દર્શકો પણ તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે શિવે ખુબ મુસીબતોનો સામનો કરીને આ જર્ની કરી છે. ખાસ જાણો શિવ વિશે....

શિવ ઠાકરેના પ્રોફેશનની વાત કરીએ તો તે કોરિયોગ્રાફર અને મોડલ છે. શિવ ઠાકરે બિગ બોસ મરાઠી સીઝન 2 ના વિજેતા રહ્યા છે. આ શો મહેશ માંજરેકરે હોસ્ટ કર્યો હતો.

બિગ બોસ મરાઠી જીત્યા બાદ શિવ લાઇમલાઇટમાં આવ્યો હતો, ત્યાર બાદ જ શિવને સલમાન ખાનના શો બિગ બોસ 16ની ઓફર મળી હતી.

મહારાષ્ટ્રમાં જન્મેલા શિવ ઠાકરે ગરીબ પરિવારમાંથી આવે છે. શિવ તેના પરિવાર સાથે એક ચાલીમાં રહેતા હતા. તેના પિતાની પાનની દુકાન હતી. શિવ બહેન સાથે દૂધ અને વર્તમાનપત્ર વેચતા હતા.

પરિવારની જવાબદારી લેવા માટે શિવે ડાન્સ ક્લાસ શરૂ કર્યા, જ્યાંથી તેણે સારી કમાણી શરૂ કરી, પછી તેણે ડાન્સ રિયાલિટી શોમાં જવાનું શરૂ કર્યું.

શિવ રોડીઝ રાઇઝિંગની સેમિફાઇનલમાં પણ પહોંચી ગયો છે. રણવિજય સાથે શિવની આ તસવીરો તેનો પુરાવો છે.

શિવ ઠાકરેનું સાચું નામ શિવ મનોહરરાવ ઉત્તમરાવ ઝીંગુજી ગણુજી ઠાકરે છે.

શિવના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે અમરાવતીથી અભ્યાસ કર્યો. ત્યારબાદ મહારાષ્ટ્રના નાગપુરની જીએચ રાયસોની કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.

શિવ ઠાકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાનો ડાન્સ સ્ટુડિયો ચલાવે છે, બિગ બોસ 16માં શિવ રેપર એમસી સ્ટેન સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં છે.

(12:00 am IST)