Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ICC રેંકિંગ : વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડેમાં સર્વશ્રેષ્ઠ :જસપ્રિત બુમરાહ પણ ટોપ ફાઇવમાં સામેલ

બોલરોના યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ, મુજીબ ઉર રહેમાન બીજા નંબરે અને જસપ્રિત બુમરાહ ત્રીજાક્રમે

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વન ડે ક્રિકેટના બેટ્સમેનો, બોલર અને ઓલરાઉન્ડર રેન્કિંગ લિસ્ટ જારી કર્યુ છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી) અને સિનીયર બેટ્સમેન રોહિત શર્મા બેટીંગ રેન્કિંગમાં ટોચના પ્રથમ બે સ્થાન પર બરકરાર છે. તો બોલરોના યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ અને મુજીબ ઉર રહેમાન બીજા નંબરે પર છે. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ  ત્રીજા અને સ્થાન પર છે. કોહલીએ ઓસ્ટ્રેલીયા સામેની તેની અંતિમ બે વન ડે મેચમાં 89 અને 63 રનની પારી રમી હતી. તેના 870 પોઇન્ટ છે. રોહિત શર્મા ઇજાને લઇને ઓસ્ટ્રેલીયા પ્રવાસ ની મર્યાદિત ઓવરોની ટીમમાં ભાગ લઇ શક્યો નહોતો. તેણે કોરોના મહામારી શરુ થયા બાદ કોઇ જ વન ડે મેચ નહોતો રમી શક્યો. પરંતુ તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ થી પાંચ અંક ઉપર છે.

ન્યુઝીલેન્ડના રોઝ ટેલરે 818 અને ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફિંચ 791 પોઇન્ટ સાથે સૂચીમાં પાંચમાં ક્રમે સામેલ છે. આયરલેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લીંગ ને અફઘાનિસ્તાન સામે બીજી અને ત્રીજી મેચમાં શતક સાથે 285 રન કર્યા હતા. તેના થી તેને જબરદસ્ત ફાયદો થયો છે. આઠ સ્થાન ઉપર આવવા સાથે તે હવે 20માં સ્થાન પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના હશમતુલ્લાહ શાહિદી, રાશિદ ખાન અને જાવેહ અહમદીને પણ રેન્કિંગમાં ફાયદો મળ્યો છે.

બોલરોની યાદીમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર છે. તે 700 અઁક સાથે આઇસીસી રેન્કિંગમાં ત્રીજી સ્થાન ધરાવે છે. બાંગ્લાદેશનો સ્પિનર મહેંદી હસન મિરાજને નવ સ્થાનનો ફાયદ મળવા સાથે તે હવે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. તે હાલમાં સમાપ્ત થયેલ વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણીમાં સફળ બોલર રહ્યો હતો. જે સિરીઝમાં તેણે સાત વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન પણ 19માં સ્થાન પર થી સિધો આઠમાં સ્થાન પર આવી પહોંચ્યો છે

(1:00 am IST)