Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રિલાયન્‍સ BSNL અને એરટેલના સસ્‍તા ફોનને ટક્કર આપવા માટે

BSNLએ લોન્‍ચ કર્યો માત્ર ૪૯૯ રૂપિયાનો ફોન

નવી દિલ્‍હી તા. ૨૭ : રિલાયન્‍સ Jio અને એરટેલના સસ્‍તા ફોનને ટક્કર આપવા માટે હવે BSNLએ પણ માત્ર ૪૯૯ રૂપિયામાં Detel D1 ફીચર ફોન લોન્‍ચ કર્યો છે. ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ દિલ્‍હીની મોબાઈલ નિર્માણ કંપની ડીટલની સાથે સમજૂતી કરીને તેને રજૂ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે Detel D1 સૌથી સસ્‍તો ફીચર ફોન છે. આ ફોનમાં કરાવવામાં આવતા પહેલા રિચાર્જની અવધી ૩૬૫ દિવસની છે. આ સમજૂતી હેઠળ યુઝર્સને ૧૦૩ રૂપિયાનો ટોક ટાઈમ પણ મળશે. જેમાં BSNLથી BSNL પર કોલનો દર ૧૫ પૈસા પ્રતિ મિનિટ જયારે અન્‍ય નેટવર્ક પર કોલનો દર ૪૦ પૈસા પ્રતિ મિનિટ રહેશે.

BSNLના એક પ્રવક્‍તાએ લોન્‍ચના પ્રસંગે કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને સસ્‍તી અને કુશળ સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય આખા દેશમાં અમારી પહોંચને મજબૂત કરવાનું છે. માટે આ સમજૂતી સાથે અમે મોબાઈલ ફોન ખરીદવાની ઈચ્‍છા રાખનારા લોકોની જરુરિયાત પૂર્ણ કરવા ઈચ્‍છીએ છીએ.' આ ફીચર ફોનમાં ૧.૪૪ ઈંચની મોનોક્રોમ ડિસ્‍પ્‍લે છે. ફિઝિકલ કીપેડ સાથે આ સિંગર સિમ ફોનમાં 650mAhની બેટરી છે. આ સિવાય તેમાં ટોર્ચ લાઈટ, ફોનબૂક અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્‍યા છે.

જણાવી દઈએ કે, હાલમાં BSNLની માઈક્રોમેક્‍સ સાથે સમજૂતી કરીને ‘ભારત ૧૩ 4G ફોન પણ લોન્‍ચ કર્યો હતો. આ ફોનની કિંમત ૨,૨૦૦ રૂપિયા છે. આ ફોન ૨૨ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ભારત ૧માં એક ૨.૪ ઈંચની QVGA ડિસ્‍પ્‍લે છે. જેમાં ક્‍વાલકોમ સ્‍નેપડ્રેગન ૨૦૫ પ્રોસેસર છે, જેમાં 512MB રેમ છે અને 4GBની ઈન્‍ટર્નલ સ્‍ટોરેજ છે. જેમાં 2000mAhની બેટરી છે. 4G VoLTE ફોનમાં 2MP પ્રાઈમરી અને VGA સેલ્‍ફી કેમેરા છે.

(4:17 pm IST)