Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

મહારષ્ટ્રમાં મોટી દુર્ઘટના :ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટ્યો : 60 ફૂટ ઊંચેથી લોકો પટકાયા :20 મુસાફરો ઘાયલ : 8 ગંભીર

 કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે લોકો પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-4 તરફ જતા હતા ત્યારે અચાનક પુલનો એક ભાગ તૂટી ગયો.

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર  સામે આવી છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે. આ પુલ પરથી આ સમયે ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ પુલની ઊંચાઈ લગભગ 60 ફુટ છે. એટલે કે જે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના નામ સામે આવ્યા છે.

આ ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ખુબ જ ગંભીર છે. ઉલ્લેખનિય છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે ઘણા લોકો પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-4 તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પુલનો એક ભાગ તૂટી ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજરે નિહાળનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે.

(9:16 pm IST)