Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલની આગ ખૂબ જ દુઃખદ ર૮ દર્દીઓની સારવાર ગોકુલ હોસ્પીટલ ખાતે ચાલુ છે

ર૮ દર્દીઓને બચાવી લેવાયાઃ મૃતકના પરિવારને દોઢ લાખની સહાયઃ હોસ્પીટલ પાસે ફાયરના સાધનો-કોર્પોરેશનનું ONC છેઃ ગોકુલ હોસ્પીટલના ડો. પ્રકાશ મોઢા-ડો. તેજસ કરમટાનો ખુલાસો

રાજકોટ તા. ર૭: ગઇકાલે રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગની ઘટના ખૂબ જ દુઃખદ હોવાનું ગોકુલ હોસ્પીટલ મેનેજમેન્ટે એક યાદીમાં જણાવાયું છે.

ગોકુલ હોસ્પીટલના સીનીયર ન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા અને ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. તેજસ કરમટાએ એક યાદીમાં જણાવ્યું છે કે, ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલ ખાતે ગઇકાલે રાત્રે આગની ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. ગોકુલ હોસ્પીટલ મેનેજમેન્ટની સંવેદના જે લોકોએ જીવન ગુમાવ્યું છે. તે લોકોના પરિવારની સાથે જ છે. ગોકુલ હોસ્પીટલ વતી ડો. પ્રકાશ મોઢા અને ડો. તેજસ કરમટા આ તબકકે રાજકોટના ફાયર વિભાગ તથા પોલીસના સ્ટાફ તથા તમામ સરકારી મશીનરીનો આભાર માને છે તેમની ખૂબ જ ટાઇમસરની મદદને કારણે આપનો ૩૩માંથી ર૮ દર્દીઓને બચાવી શકયા છીએ. હાલમાં તેમની સારવાર ગોકુલ હોસ્પીટલ વિદ્યાનગર તથા કુવાડવા રોડ ખાતે ચાલુ છે.

ડો. પ્રકાશ મોઢા અને ડો. તેજસ કરમટાએ વધુમાં જણાવ્યું છે કે, દર્દીઓની સારવારમાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગોકુલ હોસ્પીટલ મેનેજમેન્ટ કટિબધ્ધ છે. તમામ પગલા લઇ રહ્યું છે. ગોકુલ હોસ્પીટલ દ્વારા મૃતકના પરિવારને દોઢ લાખ રૂપિયાની સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. શિવાનંદ હોસ્પીટલ ખાતે ફાયટરના તમામ સાધનો તથા કોર્પોરેશન દ્વારા NOC મેળવેલ છે.

(3:37 pm IST)