Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભારતીય નૌકાદળનું ટ્રેનર વિમાન MiG ૨૯ ઉડાન ભરતા સમયે સમુદ્રમાં ક્રેશ થયું

બચાવ ટીમે એક પાઇલટને બચાવી લીધો, બીજા પાયલટની શોધ હજી ચાલુ

નવી દિલ્હી : ભારતીય નૌકાદળનું એક ટ્રેનર વિમાન MiG ૨૯ સમુદ્રમાં ક્રેશ થયું છે. ભારતીય નૌકાદળ અનુસાર MiG-૨૯K વિમાન અરબી સમુદ્ર પર ઉડાન ભરતા સમયે ક્રેશ થયું હતું. આ માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.

અત્યાર સુધીની માહિતી અનુસાર બચાવ ટીમે એક પાઇલટને બચાવી લીધો છે અને બીજા પાયલટની શોધ હજી ચાલુ છે. નૌસેનાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે MiG ૨૯ વિમાન રશિયન લડાકુ વિમાન છે. તેની લંબાઈ ૧૭.૩૨ મી (૫૬ ફૂટ ૧૦ ઇંચ) છે. તેનું મહત્તમ ઉડાન વજન ૧૮,૦૦૦ કિગ્રા છે. આ વિમાનની ઇંધણ ક્ષમતા ૩,૫૦૦ કિગ્રા છે.

(9:55 am IST)