Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બિટનઃ લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સગા-સંબંધીઓને મળવાની નહીં મળે મંજૂરીઃ લાગુ થશે 'ટિયર-૩' સિસ્ટમ

ક્રિસમસ પર સગા-સંબંધી મિત્રોને મળવાની મંજુરી આપવી એ કોરોનાને ખુલ્લું નિમંત્રણ છે. તેનાથી સંક્રમણ અનેકગણું વધી શકે છે

લંડન,તા. ૨૭: બ્રિટિશ સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે, ડિસેમ્બરમાં લોકડાઉન પૂર્ણ થયાં બાદ દેશના કેટલાંક મુખ્ય શહેરોમાં ટિયર ૩ સિસ્ટમ લાગૂ થશે. ક્રિસમસનો તહેવાર નજીક છે ત્યારે અહીં તહેવારો દરમિયાન પણ લોકોએ સરકારના સખ્ત નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.બ્રિટનની સરકારે બર્મિંઘમ, કેંટ, ગ્રેટર માન્ચેસ્ટર, ન્યૂઝકાસ્ટને સખ્ત ૩ ટીયર સિસ્ટમ પર રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ છે કે લંડનમાં પરિવારની બહારના સભ્યો, સગા-સંબંધીઓને મળવાની મંજુરી નહી હોય. ટીયર-૩ લોકડાઉનથી લાખો લોકોને વધારે પ્રતિબંધોનો સામનો કરવો પડશે. બ્રિટન સરકારના સ્વાસ્થ્ય સચિવ મેંટ હેનકોકે સંસદમાં જણાવ્યું કે, હું સમજુ છું કે આ ઉપાયોની અસર થશે અને તે આવશ્યક છે.

જાણકારોનું માનવું છે કે, ક્રિસમસ પર સગા-સંબંધી મિત્રોને મળવાની મંજુરી આપવી એ કોરોનાને ખુલ્લું નિમંત્રણ છે. તેનાથી સંક્રમણ અનેકગણું વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ પહેલા અને બાદમાં દેશવ્યાપી પ્રતિબંધોને લાગૂ કરવા અને માત્ર ક્રિસમસના દિવસે તેને હટાવવાથી મહામારીના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે. ક્રિસમસ દરમિયાન આતિથ્ય સ્થળો બંધ રહેશએ પરંતુ હેર-સલૂન અને બ્યૂટિ પાર્લર ખુલા રહેશે.

આ સિસ્ટમ હેઠળ રેસ્ટોરન્ટ્સ અને અન્ય બહારના વ્યવસાયોને લોકડાઉન કરવામાં આવે છે. તેમજ બ્રિટનના લોકો દેશના અન્ય ભાગોની મુસાફરી કરી શકે અને ના તો દુર રહેતા પોતાના સગા-સંબંધી, મિત્રોને મળી શકે. અહીં ૬ લોકોને એક સાથે એકઠાં થવાની મંજુરી નહી હોય.

(9:31 am IST)