Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપે છે : અમેરિકાએ અબજો ડોલરની સૈન્ય સહાય બંધ કરી : પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન મહિલા આગેવાન સુશ્રી નીક્કી હેલીની સટાસટી

વોશિંગટન : યુનાઇટેડ નેશન્સના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ તથા દેશના પ્રેસિડન્ટ પદના રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક  ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન મહિલા આગેવાન સુશ્રી નીક્કી હેલીએ પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તે આતંકવાદીઓને આશરો આપે છે.તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પએ તેને અબજો ડોલરની સૈન્ય સહાય આપવાનું બંધ કરી દીધું છે.
તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં આશરો મેળવતા આતંકવાદીઓ અમેરિકાના સૈનિકોની કતલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ફિલાડેલ્ફિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર કરતી વખતે તેમણે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.અને ટ્રમ્પની વિદેશ નીતિઓની પ્રસંશા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુશ્રી નીક્કી બે ટર્મ સુધી સાઉથ કેરોલિના ગવર્નર રહી ચુક્યા છે તથા અમેરિકાની મિનિસ્ટ્રીમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન છે.

(11:56 am IST)