Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ડોલર સામે બ્રિટિશ પાઉન્‍ડ ચાર દાયકાની નીચી સપાટીએ

રૂપિયામાં ઘટાડાના કયા છે ૪ કારણો ?

લંડન,તા. ૨૭ : બ્રિટનની નવી સરકારે ટેક્‍સ ઘટાડવા અને ખર્ચમાં વધારો કરવાની યોજના જાહેર કર્યા બાદ સોમવારે યુએસ ડોલર સામે બ્રિટિશ પાઉન્‍ડમાં તીવ્ર ઘટાડો થયો હતો. સોમવારે શરૂઆતના વેપારમાં પાઉન્‍ડ ૧.૦૩૪૯ પ્રતિ યુએસ ડોલરના નીચા સ્‍તરે ગબડ્‍યો હતો, જોકે પાછળથી તે થોડો સુધર્યો હતો અને ૨.૩ ટકા ઘટીને ૧.૦૬૭૧ પ્રતિ ડોલર હતો. બાદમાં ૦.૯૩ પર બંધ રહ્યો હતો.

આમ ડોલર સામે પાઉન્‍ડ ચાર દાયકાની નીચી સપાટીએ છે. કર-કટીંગ યોજનાએ ચિંતાઓને જન્‍મ આપ્‍યો છે કે જાહેર ઋણમાં વધારો થવાથી કટોકટી વધુ ઘેરી બનશે. પાઉન્‍ડ ૧૯૮૦ ના દાયકાના પ્રારંભમાં જોવાયેલા સ્‍તરે વેપાર કરી રહ્યું છે. જોકે, આ સમયગાળા દરમિયાન અન્‍ય કરન્‍સી પણ ડોલર સામે નબળી પડી હતી.

તમને જણાવી દઈએ કે ડોલર સામે રૂપિયા સહિત મોટાભાગની વિદેશી કરન્‍સીમાં ઘટાડો નોંધાયો છે. બ્રિટિશ પાઉન્‍ડમાં પણ ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંકના પ્રયાસો છતાં ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. સોમવારે એક ડોલરની કિંમત વધીને ૮૧.૬૭ રૂપિયા થઈ ગઈ, જે અત્‍યાર સુધીનું સૌથી નીચું સ્‍તર છે.

 

રૂપિયાના ઘટાડાના ૪ કારણો

  •  વૈશ્વિક બજારમાં ડોલરની માંગમાં વધારો
  •  ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોનું સતત ઉપાડ
  •  વૈશ્વિક મંદીનો ડર
  •  રશિયા-યુક્રેન કટોકટી આર્થિક અનિતિતા બનાવે છે
(11:16 am IST)