Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે સીઆઈઆઈ-આઈજીબીસી સાથે વર્લ્‍ડ ગ્રીન બિલ્‍ડીંગ વીક ૨૦૨૨ની ઊજવણી કરી

મુંબઈ, તા.૨૭: એરેટેડ ઓટોક્‍લેવ્‍ડ કોન્‍ક્રીટ (એએસી) બ્‍લોક્‍સ, ઇંટો અને પેનલ્‍સમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડે વર્લ્‍ડ ગ્રીન બિલ્‍ડીંગ વીક ૨૦૨૨ની ઊજવણીના ભાગરૂપે આબોહવા પરિવર્તનમાં યોગદાન આપવાના ઉદ્દેશ્‍ય સાથે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. કંપનીએ લીમડા અને કરેણના વૃક્ષો વાવ્‍યા હતા.

વર્લ્‍ડ ગ્રીન બિલ્‍ડીંગ વીક ૨૦૨૨ની ઊજવણી ૧૨-૧૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ દરમિયાન કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ દરેક જગ્‍યાએ, દરેક માટે સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ અને સસ્‍ટેનેબલ બિલ્‍ટ એન્‍વાર્યમેન્‍ટને વેગ આપવાનો છે. ૨૦૨૨ માટેની થીમ હતી #BuildingforEveryone. અઠવાડિયા લાંબી ઉજવણી દરમિયાન સીઆઈઆઈની ઈન્‍ડિયન ગ્રીન બિલ્‍ડીંગ કાઉન્‍સિલ દ્વારા ઈ-વેસ્‍ટ મેનેજમેન્‍ટ ઝુંબેશ, ગ્રીન બિલ્‍ડિંગની મુલાકાત, વીડિયો ઝુંબેશ, જાગૃતિ શિબિરો, વોકથોન, સાયક્‍લોથોન વગેરે સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના જણાવ્‍યા અનુસાર વાયુ પ્રદૂષણથી વર્ષે ૭૦ લાખથી વધુ લોકો મોતને ભેટે છે.

આ અંગે ટિપ્‍પણી કરતાં બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી નારાયણ સાબૂએ જણાવ્‍યું હતું કે, ‘ગ્રીન કવર ગુમાવવાથી અમાપ અસર થાય છે. વૃક્ષો ગ્રહના ફેફસાં તરીકે કામ કરે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્‍સાઈડ શોષી લે છે, કાર્બન જાળવી રાખે છે અને ઓક્‍સિજન મુક્‍ત કરે છે. વૃક્ષનો નાશ થવાથી વધુ કાર્બન ડાયોક્‍સાઈડનું ઉત્‍સર્જન થાય છે અને આબોહવા પરિવર્તન સામેની લડાઈમાં આપણા સૌથી મોટા સહયોગીઓમાંના એકનો વિનાશ થાય છે. પર્યાવરણ પ્રત્‍યેની અમારી પ્રતિબદ્ધતા અને સામાજિક રીતે જવાબદાર હોવાના ભાગરૂપે બિગબ્‍લોક કન્‍સ્‍ટ્રક્‍શને વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરી છે.

(11:32 am IST)