Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૧૦ વર્ષ આંદોલન માટે તૈયારઃ ટિકૈત

નવી દિલ્હી, તા.૨૭: ભારત બંધ અંતર્ગત હાઈવે જામ, રેલવે ટ્રેક પર ખડૂતોના બેસવાથી મેટ્રો સંચાલન પર અસર પડી છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાઓને પાછા લેવાને લઈને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે ચાહે અમારે ૧૦ વર્ષ લાગી જાય પરંતુ અમે અમારી માંગોથી પીછે હટ નથી કરવાના. રસ્તા પર ટ્રાફિક જામને લઈને જનતાને થઈ રહેલી સમસ્યા પર ટિકેતે કહ્યું કે જનતાને સમસ્યા થઈ રહી છે. આજે લોકોની રજા એવી રીતે જોવું જોઈએ.

સરકારને જવાબ આપતા કહ્યું આ ફકત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા આવો, પણ...

ભાકિયૂ નેતાએ કહ્યું કે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે વાતચીત માટે આવો. અમે કૃષિ મંત્રીને કહેવા માંગીઓ છીએ કે સરકાર અમને સમય અને જગ્યા બતાવે. આ ફકત કહેવા ખાતર કહે છે કે વાતચીત કરવા માટે આવો. સરકાર વાતચીત માટે કોઈ શરત વગર બોલાવે. ભલે ૧૦ વર્ષ લાગી જાય અમે અહીંથી નહીં હલીએ.

રેલવે ગાડીઓની અવરજવર પર અસર પડી

ભારત બંધ અંતર્ગત ખેડૂતોએ દિલ્હી મેરઠ એકસપ્રેસ જામ કરી દીધો છે. દિલ્હી યુરીની વચ્ચે ગાજીપુર બોર્ડર પણ બંધ છે. ગાજિયાબાદ પોલીસે અનેક જગ્યાએ ટ્રાફિક જામને લઈને એડવાઈઝરી જારી કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોરપોરેશનના પંડિત રામ શર્મા સ્ટેશન પર પ્રવેશ અને નિકાશ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના બહાદુર ગઢમાં ખેડૂત રેલ ટ્રેક પર બેસી ગયા છે. આનાથી રેલવે ગાડીઓની અવરજવર પર અસર પડી છે.

ટિકૈતે કહ્યું કે એમ્બ્યૂલન્સ, ડોકટકર અને ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા અન્ય લોકોને બંધ દરમિયાન નહીં રોકવામાં આવે. ટિકેતે સફાઈ આપતા કહ્યું કે અમે કંઈ ઠપ નથી કરવા માંગતા અમે ફકત સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે દુકાનદારોથી ૪ વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

(4:37 pm IST)