Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ભારતીય આર્મીની એલએસી પાસે ટી-૯૦, ૭૨ ટેન્ક તૈનાત

લદ્દાખમાં ચીનના ચંચુપાતને લઈને સેના સજ્જ : ટેન્ક ૧૪૫૦૦ ફુટની ઉંચાઈ ઉપરના ચુમાર-ડેમચોકમાં તૈનાત કરવામાં આવી : બીએમપી-૨ વ્હીકલ પણ મોકલાઈ

નવી દિલ્હી, તા. ૨૭ : લદ્દાખમાં લગભગ પાંચ મહિનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય આર્મીએ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(ન્છઝ્ર)ની પાસે આર્મડ રેજીમેન્ટની ટી-૯૦ અને ટી-૭૨ ટેક્નોને તહેનાત કરી છે. આ સિવાય બીએમપી-૨ કોમ્બેટ વ્હીકલ પણ મોકલવામાં આવ્યા છે. આ યુદ્ધ ટેક્ન ૧૪ હજાર ૫૦૦ ફુટની ઉંચાઈ પરના ચુમાર-ડેમચોક એરિયામાં તહેનાત કરવામાં આવી છે. આ ટેક્નોની ખાસિયત એ છે કે તેને માઈનસ ૪૦ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ઓપરેટ કરી શકાય છે. ૧૪ કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે લદ્દાખમાં શિયાળાની ઋતુ ખરાબ હોય છે. જ્યાં સુધી શિયાળાની સિઝનની વાત છે, આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાઈ કેલેરી અને ન્યુટ્રીશનવાળું રેશન આપણી પાસે છે. ફ્યૂલ અને ઓઈલ, શિયાળાના કપડા, ગરમી માટેના સાધનો આપણી પાસે પર્યાપ્ત માત્રમાં છે. મિકેનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રી સેનાનો એડવાન્સ હિસ્સો છે. તે કોઈ પણ મોસમ અને વિસ્તારમાં યુદ્ધ કરવાનો અનુભવ ધરાવે છે. મિસાઈલ સ્ટોરેજ અને હાઈ મોબિલિટી એમ્યૂનિશન જેવી ખાસિયતના કારણે આપણે લાંબા સમય સુધી યુદ્ધ કરવાની કાબિલિયત ધરાવીએ છીએ. ઈન્ફેન્ટ્રીમાં તહેનાત જવાનને કોઈ પણ પ્રકારના હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ભારતની આર્મડ રેજીમેન્ટની પાસે થોડી જ વારમાં એલએસી પાસે પહોંચવાની ક્ષમતા છે અને અહીં રેજીમેન્ટ આમ કરીને જોઈ ચૂકી છે. ત્યારે ૨૯-૩૦ ઓગસ્ટે ચીને તેની ટેક્નોને તૈયાર કરી હતી અને ભારતની કેટલીક પોસ્ટ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય જવાનોએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે એટલું જ નથી પરંતુ પેંગોન્ગના દક્ષિણ કિનારાના મુખ્ય શિખરો પર પણ કબ્જો કર્યો છે.

(9:22 pm IST)