Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આતંકીઓને ઘુસાડવાનો કારસો નિષ્ફળ ગયો: ભારત પાકિસ્તાન સૈનિકો વચ્ચે ૩૦ મિનિટ સુધી ગોળીઓની રમઝટ બોલી

જમ્મુ: ગઇરાત્રે જમ્મુ કાશ્મીરની સાંબા સેક્ટરમાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ પાકિસ્તાન બાજુએથી પાંચ આતંકીઓના એક ગ્રુપ ની હિલચાલ નજરે પડી હતી બીએસએફના જવાનોએ આ ઘૂસણખોરી હિલચાલને સંપૂર્ણ નિષ્ફળ બનાવી હતી બંને પાકિસ્તાન અને ભારતીય દળો વચ્ચે લગભગ 30 મિનિટ સુધી ગોળીબારની રમઝટ બોલી હતી. બીએસએફ જવાનોએ આતંકીઓની શંકાસ્પદ હિલચાલ ઝડપી લેતા સરહદે બગારે ગોળીવારો સર્જાયેલ.

(3:12 pm IST)
  • ગુગલનો આજે ૨૨ મો જન્મદિવસ ! ગૂગલે ૮ સપ્ટેમ્બર, 1998 ના રોજ સત્તાવાર રીતે ડેબ્યુ કર્યું હતું, પરંતુ કંપની તેનો જન્મદિવસ આજના દિવસે, ૨૭ સપ્ટેમ્બરના રોજ હંમેશ ઉજવી રહી છે. access_time 5:24 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં 61,955 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 60,52,536 થઇ : હાલમાં 9,60,576 એક્ટીવ કેસ : વધુ 57,269 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,95,957 રિકવર થયા : વધુ 618 લોકોના મોત સાથે મૃત્યુઆંક 95,152 થયો access_time 12:00 am IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST