Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભારે કરી : ચાંદને યલો લાઈટ સમજીને ધીમી થઈ ગઈ ટેસ્લાની કાર : માલિકે બનાવ્યો વિડિઓ

ચાંદ કોઈ યલો ટ્રાફિક લાઈટ છે અને તે વારં-વાર ચાંદને યલો સિગ્નલ સમજીને ધીમે થઈ જાય છે.: વિડિઓ એલન મસ્કને પણ ટેગ કર્યો

નવી દિલ્હી : વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં સામેલ એલન મસ્ક સ્પેસમાં પોતાના રસને લઈને ઓળખાય છે. સાથે જ તેઓ ટેસ્લા કારોના કારણે પણ ચર્ચામાં છે, આ કારોમાં એક સ્પેશ્યલ ઓટો પાઇલટ મોડ છે જેના પગલે ગાડી ચલાવવાની ઝંઝટ જ ખત્મ થઈ જાય છે. એક વીડિયોના વાયરલ થયા પછી આ કાર ફરીથી સમાચારમાં છે.

 

 

અસલમાં ટેસ્લા કારમાં રહેલા સેલ્ફ-ડ્રાઈવિંગ ફિચરના કારણે ગાડી આપ-મેળે ચાલે છે પરંતુ એક વાયરલ ક્લિપ સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર કારને લઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ વીડિયોને જોર્ડન નેલ્સન નામના વ્યક્તિએ બનાવ્યો છે.

જોર્ડન નેલ્સન અમેરિકામાં રહે છે અને તેમને જોયું કે તેમની સેલ્ફ -ડ્રાઈવિંગ કાર ટેસ્લા વારં-વાર રોકાઈ રહી છે. નેલ્સને નોટિસ કર્યું કે આ કાર વારં-વાર ચાંદને યલો લાઈટ સમજીને ધીમી પડી જાય છે. તે પછી નેલ્સને આ આખા ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો.

 

જોર્ડને તે પછી ટ્વિટર પર આ વીડિયોને ટ્વિટ કર્યો અને એલન મસ્કને પણ ટેગ કર્યા. તેમને આ વીડિયોના કેપ્શશનમાં લખ્યું કે, હેલ્લો એલન મસ્ક, તમે કદાચ તમારી ટીમના લોકોને જણાવવા માંગશો કે કેવી રીતે ચાંદ તમારી ગાડીના ઓટો પાયલટ સિસ્ટમને ચકમો આપી રહી છે.

તેમને આગળ ટ્વિટમાં લખ્યું કે, આ કારને લાગી રહ્યું છે કે ચાંદ કોઈ યલો ટ્રાફિક લાઈટ છે અને તે વારં-વાર ચાંદને યલો સિગ્નલ સમજીને ધીમે થઈ જાય છે. નેલ્સને તે પછી વાયરલહોગ સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમને હાલમાં જ આ ગાડીના ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ ફિચર્સના સબ્સક્રિપ્શનને ખરીદ્યું છે.

તેમને શેર કરેલા 23 સેકન્ડના વીડિયોમાં 13 વખત યલો લાઈટને સ્ક્રિન પર દેખી શકાય છે પરંતુ ત્યાં કોઈ લાઈટ નહતી પરંતુ માત્ર પીળો ચાંદ હતો. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું હતુ કે, આ કારના એલ્ગોરિધમના કારણે આવું જોવા મળ્યું છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે ટેસ્લા કંપનીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે લોકો ઈચ્છે તો ટેસ્લા કંપનીની ગાડી ખરીદીને દર મહિને 199 ડોલર્સ આપીને ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ ફિચર્સને સબ્સક્રાઈબ કરી શકે છે. જણાવી દઈએ કે, આનાથી પહેલા લોકોને આ ફિચર્સ માટે કાર ખરીદતી વખતે 10 હજાર ડોલર્સ આપવા પડતા હતા.

(11:11 pm IST)