Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વેબ સીરીઝ ' ધ ફેમિલી મેન' ઉપરાંત 'મિર્ઝાપુર'ની પણ આલોચના કરી

સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યો 'ગિરા હુઆ ઇન્સાન', 'મિર્ઝાપુર'ને કહી પોર્ન

મુંબઇ, તા.૨૭: કોમેડિયન સુનીલ પાલ અવાર નવાર તેનાં વિવાદિત નિવેદનો અંગે ચર્ચામાં રહે છે. આ વખતે પણ એવું જ કંઇક થયું છે. આ વખતે તેણે બોલિવૂડ એકટર મનોજ બાજપેયી અને એમેઝોન પ્રાઇમ ની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન' પર નિશાન સાધ્યો છે. આ ઉપરાંત તેણએ 'મિઝાપુર' ફિલ્મની આલોચના કરી છે.

સુનીલ પાલ એ કહ્યું કે, 'જે કંઇ થયું, એ થવાનું જ હતું, અને તે જરૂરી પણ હતું, હું આમ એટલે કહું છુ કારણ કે મોટા લોકો ગમે તે હોય વેબ સીરીઝ હોય કે અન્ય જગ્યા સેન્સરશિપ ન હોવાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. જે વેબ સીરીઝ બની રહી છે, તે ઘરે સૌની સાથે બેસીને જોવા જેવી નથી હોતી. એટલું જ નહીં તેણે મનોજ બાજપેયીને 'ગિરા હુઆ ઇન્સાન' ગણાવ્યો હતો.'

રિપોર્ટ મુજબ, હાલમાં જ સુનીલ પાલથી રાજ કુન્દ્રાનાં પોર્નોગ્રાફિક કેસ અને પોર્ન કન્ટેન્સટ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જાબમાં તેણે કયું કે, ડિજિટલ પ્લેટફમો્ર્સ પર સેન્સરશિપ ન હોવાને કારણે લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે અને એવી સીીરઝ બનાવી રહ્યાં છે જે આપ પરિવારની સાથે બેસીને ન જોઇ શકો. સુનીલે કહ્યું કે, 'હું ખાસ કરીને એવાં લોકોનું નામ લેવાં ઇચ્છીશ, જેમને હું ખુબ જ નફરત કરુ છુ એવાં ત્રણ-ચાર લોકોને, જેમ કે મનોજ બાજપેયી'

તેણે વધુમાં કહ્યું કે, 'મનોજ બાજપેયી કેટલો પણ મોટો એકટર હોય, હું તેનાંથી વધુ 'બદતમીજ' અને 'ગિરા હુઆ ઇન્સાન' કયારેય નથી જોયો, દેશે તમને પદ્મશ્રીથી નવાઝયાં છે. આપ ફેમિલી ઓડિયન્સ માટે શું કરી રહ્યાં છે? આપ એક વેબ સીરીઝ બનાવો છે જયાં પત્નીનો કોઇ બીજા પુરૂષ સાથે અફેર ચાલે છે અને આપનું કયાંય બીજે. સગીર દીકરી તેનાં બોયફ્રેન્ડની વાત કરી રહી છે. અને નાનો દીકરો તેનાંથી મોટી ઉંમરનો વ્યવહાર કરે છે. શું આ પરિવાર જેવું દેખાય છે.'

'ધ ફેમિલી મેન' અને મનોજ બાજપેયી અંગે નિવેદન આપ્યા બાદ તેણે અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને શ્વેતા ત્રિપાઠી મિર્ઝાપુરનાં સ્ટાર્સની ભારે આલોચના કરી હતી. તેણે કહ્યું કે, 'શો મિર્ઝાપર કેટલાંક બીમાર લોકો દ્વારા બનાવવામાં આવ્યો છે. હું તેમને ખુબજ નફરત કરુ છું. આ બધા પર પ્રતિબંધ હોવો જોઇએ કારણ કે આ પણ પોર્ન છે. પોર્ન, ફકત જે આપણે જોઇએ છીએ તે નથી પણ જે વિચારોની પણ અશ્લીલતા પોર્નમાં આવે છે.'

(3:52 pm IST)