Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વધુ એક ઘટસ્ફોટ : રાજ કુંદ્રાનો ૩ વર્ષમાં રૂ. ૪,૭૬,૮૫,૦૦૦ કમાવવાનો પ્લાન હતો

ખાનગી મીડિયા કંપનીને કુંદ્રાની એક PPT ફાઈલ હાથ લાગી

મુંબઇ, તા. ર૭ : રાજ કુંદ્રાને લઈને દરરરોજ મોટા ઘટસ્ફોટ થતા રહે છે. આજે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં તેના આગામી ત્રણ વર્ષના પ્લાન વિશે મોટો ખુલાસો થયો છે.

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં એક બાદ એક મોટા ખુલાસા આવતા જાય છે. હાવે એક સમાચાર સંસ્થાના અહેવાલે મોટો ધડાકો કર્યો છે. અહેવાલમાં જણાવ્યું છે કે ખાનગી મીડિયા કંપનીને કુંદ્રાની એક PPT ફાઈલ હાથ લાગી છે. જેમાંથી સોફ્ટ પોર્નથી કુંદ્રાની કમાણીનો ખુલાસો થયો છે. આ ફાઈલમાં આગામી ૩ વર્ષો સુધી થનારી કમાણીનો અંદાજો પણ લગાવવામાં આવ્યો છે. તેમના પ્લાનિંગ અનુસાર જો બધું બરાબર ચાલતું તો તેની આવક ૧૪૬ કરોડ સુધી પહોંચી જાત.

અહેવાલ અનુસાર મુંબઈ ક્રાઈમ બ્રાંચ પાસે હાજર આ PPT માં આગામી ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં થનારી કમાણીની ગણતરી છે. આમાં Plan B એટલે કે Bolly Fame નામની એપથી થનારી આવકનો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ પ્રેઝન્ટેશનના હિસાબે રાજ કુંદ્રાની અન્ય એક એપ BollyFame થી ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૧-૨૨ માં ૩૬,૫૦,૦૦,૦૦૦ રૂપિયાની આવત થવાની હતી. જેમાંથી ચોકખો નફો ૪,૭૬,૮૫,૦૦૦ રૂપિયાનો હોવાની ગણતરી કરવામાં અવી હતી.

આ ગણતરી મુજબ જોવામાં આવે તો આગામી વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં આવક ૭૩,૦૦,૦૦,૦૦૦ થવાનો અંદાજો લગાવેલો છે. તેથી પણ આગળના વર્ષે આ આવક વધારીને ૧,૪૬,૦૦,૦૦,૦૦૦ સુધી લઇ જવાનો કુંદ્રા એન્ડ કંપનીનો પ્લાન હતો. એટલું જ નહીં અહેવાલ પ્રમાણે આ થકી વર્ષ ૨૦૨૩- ૨૪ માં નફો ૩૦,૪૨,૦૧,૪૦૦ રૂપિયા મેળવવાના સપના પણ આ PPT માં દર્શાવવામાં આવ્યા છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં સુત્રોના હવાલેથી કહ્યું છે કે આ PPTના અન્ય પેજમાં BollyFame થી જોડાયેલી આવકના આંકડા રૂપિયામાં નહીં પરંતુ પાઉન્ડમાં લખેલા છે. જાહેર છે કે કુંદ્રાનો સંબંધી અને આ સમગ્ર લિંક સાથે જોડાયેલો પ્રદીપ બક્ષી બ્રિટનમાં રહે છે. તેથી ત્યાની કરન્સી અનુસાર ગણતરી કરી હોઈ શકે.

આ ફાઈલમાં ખર્ચાની પણ ગણતરી કરવામાં આવી છે. અહેવાલ અનુસાર ૨૦૨૧-૨૨ માં ૩ કરોડ, આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં ૩.૬ કરોડ રૂપિયા અને તેથી પણ આગળના વર્ષે ૪.૩૨ કરોડનો ખર્ચ કરવાનો આ કંપનીનો પ્લાન હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાના ખાસ ઉમસ કામતની ધરપકડ કરી હતી. આ ડોક્યુમેન્ટ્સ એ સમયે મળ્યા હોવાના અહેવાલ છે. જાણકારી અનુસાર હાલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વધુ તપાસમાં જોડાયેલા છે. વધુ માહિતી બાદ જ આગળનું દ્રશ્ય કલીયર થવાની સંભાવના છે.

(3:48 pm IST)