Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

PM મોદીએ આપ્યો નિર્દેશ

મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો જલ્દી ઉકેલો

વડાપ્રધાન મોદીએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી

નવી દિલ્હી, તા.૨૭: ઓલ ઈન્ડિયા કોટો ઓફ મેડિકલ એજયુકેશન માં ઓબીસી વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવાર સાંજે એક સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક વિભાગોના સહિત ઉપસ્થિત હતા.

હાલમાં અનામતની શું છે વ્યવસ્થા?

રાજય સંચાલિત મેડિકલ કોલેજોમાં યૂજીમાં ૧૫ ટકા અને પીજીમાં ૫૦ ટકા સીટો ઓલ ઈન્ડિયા કોટા હેઠળ આવે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મળે છે, પરંતુ અન્ય પછાત વર્ગને અનામતની જોગવાઈ નથી. અહેવાલ છે કે સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઈચ્છા વ્યકત કરી કે મેડિકલ એજયુકેશનમાં ઓબીસી અનામતનો મુદ્દો સંબંધિત મંત્રાલયો તરફથી કોર્ટની બહાર પ્રાથમિકતા સાથે ઉકેલી લેવો જોઈએ.

PM મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અનામત લાગુ કરવાની વાત કહી છે. વડાપ્રધાને મંત્રાલયના અધિકારીઓ સાથે અલગ-અલગ રાજયોમાં મેડિકલ એજયુકેશનને લઈને EWS અનામતની હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે. ભ્પ્એ સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તેઓ તમામ રાજયોથી જાણકારી પ્રાપ્ત કરો કે ત્યાં EWS વર્ગના અનામતની યોજનાની શું સ્થિતિ છે.

પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગોના અનેક ગણમાન્ય વ્યકિતઓ અને સંગઠનોએ સોમવારે કેન્દ્ર સરકારથી આગ્રહ કર્યો કે આ વખતે વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડા પણ એકત્ર કરવામાં આવે જેથી વિવિધ ક્ષેત્રોમાં પણ તમામ પાત્ર સમુદાયોને અનામતનો યોગ્ય લાભ મળી શકે. આ વ્યકિતઓ અને સંગઠનોએ સોશિયલ રેવલ્યૂશન અલાયન્સ (SRA)ના બેનર હેઠળ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઓબીસી માટે અનામત સુનિશ્યિત કરવું જોઈએ.

(3:47 pm IST)