Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કોરોના રિટર્નસ ? એક અઠવાડિયામાં બે ગણો થયો પોઝિટિવિટી રેટ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે તપાસ પોઝિટિવિટી દર ૩.૪ ટકા નોંધાયો છે

નવી દિલ્હી તા. ૨૭ : દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ હવે મોટા પ્રમાણમાં બહું ગંભીર નથી. જો હાલના બે ફેકટ ચિંતા વધારી રહ્યા છે. પહેલા તો આ સંક્રમણથી થનારા મોતની ગણતરી હજું પણ ૫૦૦ની આસપાસ બનેલી છે અને બીજી એ કે સંક્રમણનો દર એક અઠવાડિયાની અંદર બે ગણો થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે તપાસ પોઝિટિવિટી દર ૩.૪ ટકા નોંધાયો છે. જયારે એક અઠવાડિયા પહેલા દર ૧.૬૮ ટકા હતો. આ સંખ્યા હજું પણ ચિંતાજનક નથી પણ ઘટવાની જગ્યાએ તેનું વધવું ચિંતાજનક છે. જો આ ટ્રેન્ડ આગળ વધ્યો તો ત્રીજી લહેરનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે.

જયારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે દેશમાં સંક્રમણ દર ૧૮થી ૨૦ ટકા સુધી પહોંચી ગયો હતો. બીજી લહેર મંદ પડવા પર સંક્રમણ દર ઘટતા ઘટતા ૨૦ જુલાઈએ માત્ર દોઢ ટકા રહી ગયો હતો. પણ ગત ૬ દિવસો દરમિયાન સંક્રમણ દર ધીરે ધીરે વધતો રહ્યો અને આ ૨૬ જુલાઈએ જારી આંકડા મુજબ આ ૧.૬૮ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૮ રાજયો હજું પણ એવા છે જયાં સંક્રમણ દર ૫ ટકાથી ૧૫ ટકાની વચ્ચે બનેલો છે.

સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ વિભાગની ડો. પૂજા ખોસલાનું કહેવું છે કે બીજી લહેર દરમિયાન જે સ્પીડથી સંક્રમણ વધી રહ્યું હતુ. તે સ્થિતિને શીખવ્યું છે કે કયારે પણ અચાનક નવા મામલામાં વધારો આવી શકે છે. તેમનું કહેવું છે કે જયારે લોકોને લાગી રહ્યું છે કે સંક્રમણ કાબૂમાં છે તે સમયે તેઓ બેદરકારી ન વર્તે અને બચાવના તમામ નિયમોનું પાલન કરે. જો કે સીરો સર્વે મોટી વસ્તીના શરીરમાં એન્ટીબોર્ડી હોવાનું જણાવતા અનેક વિશેષજ્ઞોને એ આશા છે કે ત્રીજી લહેર વધારે ખતરનાક નહીં હોય.

દેશમાં ૨૪ જૂન બાદથી દર રોજ ૫૦ હજારથી ઓછા નવા મામલા નોધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આંકડો ઓછો નથી થઈ રહ્યો. દેશમાં ગત રવિવારે ૩૮ હજાર નવા દર્દી મળ્યા જયારે ૪૧૪ મોત થયા છે. બીજી તરફ ગત એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન જયારે બીજી લહેરે સ્પીડ પકડી હતી ત્યારે દર રોજ ૮૦ લાખથી ૧.૧૫ લાખ સુધી નવા દર્દી મળતા હતા. જયારે રોજના મોતની સંખ્યા ૪૫૦થી લઈ ૬૩૬ સુધી હતી.

(2:50 pm IST)