Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

લીબિયાના દરિયાકાંઠે પલટી બોટ પલ્ટી ખાઈ જતા 20 મહિલાઓ 2 બાળકો સહિત 57 લોકોનાં મોત

લીબિયાનાં કોસ્ટગાર્ડ અને માછીમારોએ 18 લોકોને બચાવ્યા

લીબિયાનાં ખામ્સ નજીક દરિયામાં બોટ તૂટી પડ્યા બાદ ઓછામાં ઓછા 57 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી સંગઠન પ્રવક્તા સફા મસેહલીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. મૃતકોમાં 20 મહિલાઓ અને બે બાળકો પણ છે. લીબિયાનાં કોસ્ટગાર્ડ અને માછીમારોએ 18 લોકોને બચાવ્યા છે
સોમવારે આફ્રિકન પ્રવાસીઓને લઇને જઇ રહેલી બોટ લીબિયાનાં દરિયાકાંઠે પલટી મારી દીધી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 57 લોકોનાં મોત થયાની આશંકા છે. International Organization for Migration નાં પ્રવક્તા સફા મહેસલીએ જણાવ્યુ કે, બોટ રવિવારે પશ્ચિમ કાંઠાનાં શહેર ખામ્સથી નીકળી હતી. બોટમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 75 લોકો સવાર હતા. આ બોટનાં પલટી માર્યા બાદ ડૂબી ગયેલા 57 લોકોમાં 20 મહિલાઓ જ્યારે બે બાળકોનો સમાવેશ થાય છે. લીબિયાનાં કોસ્ટ ગાર્ડ્સ અને માછીમારોએ 18 લોકોને બચાવ્યા છે. આ 18 લોકોએ કહ્યું કે, એન્જિનની નિષ્ફળતાને કારણે બોટ બંધ થઈ ગઈ હતી અને ખરાબ હવામાનનાં કારણે તે પલટી મારી ગઇ હતી. આ લોકો નાઇજીરીયા, ઘાના અને ગાંબિયાનાં છે. યુએનની ઇમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી ઓછા સમયમાં લિબિયાનાં કાંઠે બોટની પલટી મારવાની આ બીજી ઘટના છે. બુધવારે યુરોપ માટે ફરવા જઈ રહેલી એક બોટ પલટી ખાઇ ગઇ હતી, જેમા ઓછામાં ઓછા 20 પ્રવાસીઓનાં ડૂબી જવાના કારણે મોત થયા છે.

(1:01 pm IST)