Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઓશો કમ્યુન ઇન્ટરનેશનલ દ્વારા બાશોના વેચાણ બાદ સામે આવ્યો નવો ત્રણ કરોડનો ગોટાળો

પુનામાં યોગેશ ઠક્કર (સ્વામી પ્રેમગીત) દ્વારા ગોટાળા અંગે નોંધાવવામાં આવી ફરીયાદ

પુના, તા., ર૭: ઓશો કમ્યુન ઇન્ટરનેશનલ દ્વારા બાશોના વિવાદાસ્પદ વેચાણ બાદ નવો ગોટાળો સપાટી ઉપર આવ્યો છે. જેના વિરૂધ્ધ ૭ જુલાઇ ર૦ર૧ના કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં યોગેશ ઠક્કર સ્વામી  પ્રેમગીત દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ઇનર સર્કલના ચેરમેન માયકલ બાયર્ન ઉર્ફે સ્વામી આનંદ જયેશ અને વા. ચેરમેન જોન એન્ડ્રયુઝ ઉર્ફે સ્વામી અમૃતાએ હોંગકોંગમાં ભારતની બહાર ૩,૭૦,૦૦૦ અમેરીકી ડોલરનું દાન મેળવી પોતાની અંગત કંપની ઓ ઇન્ટરનેશનલ ડીઝીટલ મીડીયા લીમીટેડમાં જમા લીધું હતું. આ દાન ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની એક સંપતીના આજીવન કબ્જાના બદલામાં લેવામાં આવ્યું હતું.

ઓશો કમ્યુન ઇન્ટરનેશનલ કોરેગાંવ  પાર્ક, પુનામાં સ્થિત તીલોપા પીરામીડમાં તીલોપા રૂમ નં. ૧૦૭ની સામે ૩,૭૦,૦૦૦ યુએસ ડોલર (રૂ. ર,૭પ,૦૦,૦૦૦) નું દાન આપવામાં આવ્યું હતું. આ બારામા)ં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

(12:52 pm IST)