Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કોવિદ -19 સંજોગોમાં શેરી ગલીમાં ભીખ માંગતા લોકોને અટકાવો : સંક્ર્મણ ફેલાતું અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન : અમે તેમને ભીખ માંગતા રોકી શકીએ નહીં : આ પ્રશ્ન આર્થિક તથા સામાજિક કક્ષાનો હોવાથી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં : સાથોસાથ તેમને રહેણાંક તથા આરોગ્યની સુવિધા અપાવવા માટે કરાયેલી વિનંતીને ધ્યાને લઇ નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

ન્યુદિલ્હી : કોવિદ -19 સંજોગોમાં શેરી ગલીમાં ભીખ માંગતા લોકોને અટકાવવા અને સંક્ર્મણ ફેલાતું રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. જેના અનુસંધાને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ તથા એમ.આર.શાહની બેન્ચે જણાવ્યું હતું કે અમે તેમને ભીખ માંગતા રોકી શકીએ નહીં . આ પ્રશ્ન આર્થિક તથા સામાજિક કક્ષાનો હોવાથી કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં .

પિટિશનના બીજા ભાગમાં ભીખ માંગતા લોકો માટે રહેણાંક અને આરોગ્ય વ્યવસ્થા કરાવવા વિનંતી કરાઈ હતી. જે ધ્યાનમાં લઇ નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)